અમરેલી જિલ્લામાંથી વધુ ૪ લોકો લાપતા બન્યા હતા.વડિયાના બરવાળા બાવળ ગામે રહેતા સુરેશભાઇ ગોકળભાઇ દોંગા (ઉ.વ.૪૯)એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરી નિધીબેન દોંગા (ઉ.વ.૧૮)રાત્રી દરમિયાન ઘરેથી કોઇને કહ્યા વગર પહેરેલા કપડાએ જતી રહી હતી. બોટાદના ગઢડા (સ્વામિનારાયણ)ના સભાડીયા ખારામાં રહેતા મીનાબેન રવીભાઈ મીઠાપરા (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, સુનીલભાઈ રવીભાઈ મીઠાપરા (ઉ.વ.૧૮) અમરેલી કામે જેવાનું કહીને નીકળ્યા બાદ પરત ફર્યો નહોતો. સાવરકુંડલાના ભુવા ગામે રહેતા વિઠ્ઠલભાઇ દાનાભાઇ ગઢીયા (ઉ.વ.૬૩)એ જાહેર કર્યા મુજબ, તેમના દિકરા વિજયભાઇ વિઠ્ઠલભાઇ ગઢીયા (ઉ.વ.૩૯) ને મગજની બિમારી હતી.પોતાના ઘરેથી સાવરકુંડલા તથા અમરેલી મીટિગમાં જવાનું કહી પોતાનું મોટરસાયકલ લઇ પોતાની મેળે નીકળી ગયા હતા તેમજ ફોન કરતા ફોન ઉપાડતા નથી અને આજદીન સુધી પરત ઘરે નથી આવ્યા. ચોથા બનાવમાં રાજુલાના ધુડીયા આગરિયા ગામે રહેતા ભુપતભાઇ દેવાતભાઇ સોલંકી (ઉ.વ.૩૬)એ જાહેર કર્યા પ્રમાણે, તેમના પિતા દેવાતભાઇ મુળાભાઇ સોલંકી (ઉ.વ.૮૨) પોતાની વાડીએથી લુસડી ગામ ખાતે જવાનું કહી નીકળી ગયા હતા અને લુસડી ગામે નહી પહોંચી બીજે કયાંક જતા રહ્યા હતા. તપાસ કરતા મળી આવ્યા નહોતા.








































