ધારી નગરપાલિકાના પ્રથમ પ્રમુખ જયદીપભાઈ બસીયાએ શહેરને રળીયામણું શહેર બનાવવા માટે સંકલ્પ લીધો છે. શહેરમાં સ્વચ્છતા જાળવવા તેમણે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. હાલ પાલીકા હદની સ્વચ્છતા જાળવવા માટે જરૂરિયાત કરતાં પણ ઓછા કર્મચારીઓ છે પરંતુ આ સફાઈ કર્મચારીઓને મળીને ચોમાસા દરમિયાન ક્યાંય પણ ગંદકીના ગંજ ન ખડકાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, હાલમાં સ્ટાફ નથી પરંતુ આવનારા દિવસોમાં નવી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે પરંતુ ત્યાં સુધી નગરપાલિકાના સફાઈ કામદારોને પોતાની નૈતિક ફરજ સમજીને કામ કરવાની અપીલ કરી હતી. સ્વચ્છતા માટે સ્થાનિક લોકોએ પણ નગરપાલિકા ને સહકાર આપવો જોઈએ તેવું જયદીપભાઈ બસીયાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.








































