દિલ્લીમાં હાટલમાં લાગેલી આગમાં ૨૧નાં મૃત્યુ. બિહારના મુઝફ્‌ફરપુર જિલ્લામાં હાસ્પિટલમાં લાગેલી આગમાં ચારનાં મૃત્યુ. અને હવે ગત ૨૩ જૂને લખનઉમાં એનિમેશન શીખવતા કાચિંગ સેન્ટરમાં આગમાં ૧૫ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીનાં મૃત્યુ થયાં ! દર વખતે આગ લાગે છે, ચર્ચા થાય છે, સરકાર અને સરકારી અધિકારીઓ નિયમોનો ચીપિયો પછાડે છે અને પછી વો હી રફતાર ચાલે છે.
આનું જાળું એવું ગૂંચવાયેલું છે કે તેને તોડવામાં ઘણી બધી મહેનત લાગે તેમ છે. અવૈધ બિલ્ડિંગ, રહેણાંકની પરવાનગીવાળી ઈમારતમાં ચાલતી વ્યાવસાયિક પ્રવૃત્તિ, આૅવરલાડેડ વીજ ભાર, ગીચ વિસ્તારમાં સાવ સાંકડી જગ્યામાં ધમધમતી હાટલ, આૅફિસ કે કાચિંગ સેન્ટરો. મહેસૂલ વિભાગથી લઈને મ્યુનિ. તંત્ર અને વિદ્યુત બાર્ડ સુધીપબધાની આંખ હેઠળ જ આ બધું ચાલતું હોય છે. ઉપેક્ષા, સગાવ્હાલા અથવા પક્ષના લોકો અથવા ભ્રષ્ટાચારના કારણે થતી તરફેણના કારણે આ બધું ચાલવા દેવાય છે.
લખનઉમાં અલીગંજ કાચિંગ સેન્ટરમાં મૃત્યુનું એવું કારણ બહાર આવ્યું કે તેમનાં
મૃત્યુ અગ્નિમાં બળવાથી નહીં, પરંતુ ગૂંગળામણના કારણે થયા હતા. આગના કારણે ઉત્પન્ન ઝેરી વાયુ શરીરમાં ચાલ્યા ગયા હતા.
આ કાચિંગ સેન્ટરમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ગેમિંગ અને એનિમેશન શીખવા આવતા હતા. તપાસમાં ખબર પડી કે બહાર નીકળવાનો દરવાજો એક જ હતો. આજના સમયમાં બે દરવાજા કલ્પવા અઘરા છે. પરંતુ અહીં વાત ટૅક્નાલાજીની છે. ટૅક્નાલાજી આશીર્વાદની સાથે અભિશાપ રૂપ પણ બને છે. અહીં એવું જ બન્યું. કાચિંગ સેન્ટરનો મુખ્ય દરવાજો આૅટોમેટિક હતો. તે માત્ર અંગૂઠો મૂકવાથી જ ખુલતો હતો. આગ લાગવાના કારણે લાઇટ જતી રહી અને દરવાજો લાક થઈ ગયો હતો તે લાક જ રહ્યો. આનાથી વિદ્યાર્થીઓ અંદર બંદી બની ગયા. તેમના પાસે બહાર નીકળવાનો કોઈ રસ્તો જ ન રહ્યો.
ઘટના સમયે ૩૦ વિદ્યાર્થીઓ અંદર હતા. પરંતુ ૮-૧૦ વિદ્યાર્થીઓએ કોઠાસૂઝ વાપરી. ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો. શેના માટે કર્યો તે બહાર નથી આવ્યું પરંતુ કદાચ આવું થાય તો શું કરવું તે શોધ્યું હોય તેમ બને. તેમણે ડીટીએચ કેબલ અને પાઇપનો ઉપયોગ કર્યો. ત્રણથી ચાર વિદ્યાર્થીઓ બીજા માળેથી કૂદી પડ્‌યા.
ટૅક્નાલાજી તરફ આંધળી દોટ મૂકતી વખતે ભારતમાં તેના ગેરફાયદા વિશે વિચારાતું નથી. આજે કમ્પ્યૂટરાઇઝેશન, આૅનલાઇન બધું થઈ ગયું છે અને આપણે વધુ ને વધુ એઆઈ તરફ જઈ રહ્યા છે, પરંતુ લખનઉમાં બન્યું તેવું બને, સિસ્ટમ ઠપ થઈ જાય તો શું થશે તેનો વિચાર કરાતો નથી. એક નાનું ઉદાહરણ જ આપું. છે તો નાનું ઉદાહરણ પણ તેનાથી લોકોને હેરાનગતિ કેટલી મોટી થાય છે તે વિચારવા જેવું છે.
પાસ્ટ આૅફિસમાં જ્યારે ગ્રાહકોનો ધસારો વધી જાય છે ત્યારે સિસ્ટમ ઠપ થઈ જાય છે. હવે આ સિસ્ટમ ઠપ થઈ જાય છે કે પછી સર્વર ડાઉન છે તેમ કહી કર્મચારીઓ તેમનું કામ ઘટાડી નાખે છે તે કોઈ જોવા જઈ શકતું નથી. જો ખરેખર સિસ્ટમ ઠપ હોય તો તેને સુધારવા કેમ પગલાં લેવાતાં નથી અને જો કર્મચારીઓ આવું કરી દેતા હોય તો તેમના પર રોક કેમ નથી? આવું સરકારી બૅન્કોમાં પણ થાય છે. ટ્રાફિક નિયમો કડક તો બનાવ્યા પરંતુ આૅનલાઇન મેમો ભરવામાં ઘણી વાર ઍપ કે વેબસાઇટ જ નથી ચાલતી.
સરકારી ઍપ કે વેબસાઇટોમાં કેપ્ચા હોય છે. કેપ્ચા એટલા માટે કે કોઈ રાબોટ આક્રમણ ન થાય. વેબસાઇટ હૅક ન થઈ જાય. પરંતુ આ કેપ્ચામાં જે અંગ્રેજી અક્ષરો અને આંકડાઓ હોય છે તે ઉકેલવા ઘણી વાર અઘરા હોય છે. તે ઝાંખા અથવા તેના પર લીટીઓ કે એવી કોઈ ડિઝાઇન મૂકાયેલી હોય છે. તો આ સગવડતા થઈ કે અગવડતા? એવું હોય તો તેમાં કેપ્ચાના બદલે આૅટીપી રાખો. ઘણી વાર ફાટાની સાઇઝ એટલી નાની રખાય છે કે તે કેટલો રાખવો તે ખબર નથી પડતી. એના કરતાં એવી સુવિધા આપો કે વેબસાઇટ પોતે જ ફાટો નાનો કરી નાખે અથવા તમને આૅનલાઇન ક્રાપ કરવાની સુવિધા આપે.
આ ઉપરાંત ફાર્મ ભરવામાં કોઈ ખાનું બાકી રહી ગયું હોય અથવા કોઈ ભૂલ થઈ હોય તો તે સબમિટ ન થાય પરંતુ શું ભૂલ છે તે ન બતાવે. જ્યારે ખાનગી વેબસાઇટોમાં ચોક્કસ ખાનામાં ભૂલ છે અને શું ભૂલ છે તે બતાવાય છે.
એઆઈ હજુ તો નવું-નવું આવ્યું છે ત્યાં સરકારો તેની પાછળ ભાગવા લાગી છે. ટ્રાફિકથી લઈને ઘણી બાબતોમાં તેને અપનાવાઈ રહ્યું છે. એઆઈની મુખ્ય કંપનીઓ ચેટ-જીપીટી, જેમિની ઇત્યાદિ પણ કહે છે કે અમારી ભૂલ હોઈ શકે છે. એઆઈ હજુ અધૂરી અથવા તો ઘણી વાર ખોટી માહિતી આપે છે. ફાટા કે વિડિયો બનાવવાનો હોય તો પણ તેમાં ભારતીયતા દેખાતી નથી. ભારતીય છે એટલે એને કથ્થાઈ બતાવે છે. ભારતીયો ગોરા પણ છે અને કાળા પણ છે. ઘઉં વર્ણા પણ છે. પરંતુ કથ્થાઈ તો નથી જ.
તાજેતરમાં જ અમેરિકામાં ટેસ્લાની આૅટોમેટિક કાર એક ઘરમાં ઘૂસી ગઈ તેમાં મહિલાનું મૃત્યુ થયું હતું. જો અમેરિકામાં આવું હોય તો ભારતમાં શું ન થઈ શકે? અમેરિકામાં તો આ મહિલાના પરિવારજનોએ ટેસ્લા પર કેસ ઠોકી દીધો છે એટલે તેને સારી એવી રકમ તો મળશે પણ ખરી, પરંતુ ભારતમાં ન્યાયતંત્ર મોટા ઉદ્યોગગૃહોની તરફેણ કરવા માટે જાણીતું છે. ન કરે તોય ‘તારીખ પે તારીખ’ના લીધે અને ધક્કા ખાવાના કારણે લોકો કેસ કરવાનું પસંદ નથી કરતા.
કહેવાનો અર્થ એ છે કે ટૅક્નાલાજી પાછળ આંધળી દોટ નહીં, બધાં પાસાં વિચારીને તેનો અમલ કરવો જોઈએ.
લખનઉ અગ્નિકાંડમાં હવે બધું બહાર આવી રહ્યું છે કે અવૈધ ઈમારત હતી, વાયરિંગ જૂનું હતું. વીજળી આૅડિટ નહોતું થયું. તો વીજળી વિભાગવાળા આ દુર્ઘટનાની રાહ જોતા હતા? આપણે ત્યાં દરેક સરકારી વિભાગ કે ખાનગી વિભાગમાં કામ કરતા ઘણા કર્મચારીઓ કામ ન કરવાનાં બહાનાં શોધતાં હોય છે. પહેલાં જ્યારે બાયોમેટ્રિક્સ નહોતું તો ગાંધીનગરના સચિવાલય સહિત દેશભરમાં એવું ચલણ કામચોર કર્મચારીઓમાં હતું કે કર્મચારી કામ પર છે તેવું લાગે તે માટે ચપ્પલ મૂકીને બહાર ચાલ્યા જતા હતા. તેઓ ચાની કીટલી પર વધુ જોવા મળે. ઘણા પોતાનો ખાનગી ધંધો ચલાવતા હતા. અત્યારે પણ કરતા હશે.
લોકોની કમાવાની ઇચ્છાના લોભને કોઈ થોભ નથી. બૅન્કોમાં સારો પગાર હોય છે, તેમ આજથી દાયકાઓ પહેલાં બૅન્કના એક કર્મચારી પોતે ખાનગી ધંધો કરવા માટે બૅન્કમાં આવી, હાજરીપત્રકમાં સહી કરી ચાલ્યા જતા અને પછી મન ફાવે ત્યારે પાછા આવતા. તેઓ બૅન્ક યુનિયનમાં અગ્રણી હતા. એટલે મેનેજર પણ તેમને કંઈ કહી શકતા નહીં.
ટપાલ સહિત ઘણી સરકારી કચેરીઓમાં બપોરે ત્રણના ટકોરા પછી ગ્રાહકો માટે કામ બંધ થઈ જાય અને ગ્રાહક અઢી કે પોણા ત્રણ વાગે આવી ગયો હોય તો પણ લાંબી લાઇન હોય તો તેને ના પાડી દેવામાં આવે. કેમ? કારણકે તેનો વારો આવે ત્યાં સુધી ત્રણથી ઉપરનો સમય થઈ ગયો હોય. જો ગ્રાહક વાંધો ઉઠાવે તો તેના આગળવાળા ગ્રાહકો જ તેની સાથે ઝઘડવા આવી જાય.
અને હવે તો કામ ન કરવા માટે મોબાઇલ ફાન હાથવગું સાધન છે. ઘણી વાર લાંબી લાઇનમાં ઊભા પછી ગ્રાહકનો વારો આવે ત્યારે સાહેબ મોબાઇલ પર કોઈ સગાવ્હાલા કે કોઈ અન્ય ક્ષેત્રના અધિકારી (જેમ કે પોલીસ વિભાગના અથવા બૅન્કના)નું કામ પતાવતા હોય. એટલે પેલો પ્રભાવશાળી વ્યક્તિ ઘરે કે આૅફિસ બેઠાં મોબાઇલમાં પોતાનું કામ પતાવી દે અને અહીં ગ્રાહક બિચારો ગરમીમાં (હવે તો ભારતમાં ગરમી શિયાળાના બે મહિના સિવાય બારેમાસ હોય છે.) શેકાતો હોય. તડકાથી બચવા માટે ઉપર જો મંડપ કે છત જેવું બાંધ્યું હોય તો સદ્‌નસીબ અને એમાંય પૂરતા પંખા હોય અને તે પૂરી સ્પીડે ચાલતા હોય તો તો ઓર સદ્‌નસીબ.
‘આજ તક’નાં મુખ્ય ઍન્કર અંજના આૅઉમ્‌ કશ્યપે કાચિંગ સેન્ટરના ‘રીલ્યા’ શિક્ષકોની વિરુધ્ધ નીટ-યૂજી પરીક્ષાનું પેપર ફોડવા બાબતે કહ્યું ત્યારે જેમની મૂછમાં તણખલું હતું એટલે કે જેમની કાચિંગ સંસ્થાઓમાં જ ગડબડો હતી તેમને મરચાં લાગી ગયાં હતાં અને તેઓ અંજના સામે વિડિયો બનાવવા લાગ્યા હતા, પરંતુ એ જ બિહારના પટનાનો ફૈઝલ ખાન આજે ભાગતો ફરે છે. તેના પટના ઉપરાંત પ્રયાગરાજના કાચિંગ સેન્ટરમાં પ્રશાસને તાળાં મારી દીધાં છે. કારણકે અગ્નિશમનની પૂરતી સુવિધાઓ નહોતી. દિલ્લીમાં રાવ્સ આઈએએસ સ્ટડી સેન્ટરમાં બેઝમેન્ટમાં આવેલા પુસ્તકાલયમાં વિદ્યાર્થીઓ વરસાદના પાણી ભરાઈ જતાં ડૂબીને મર્યા ત્યારે વિકાસ દિવ્યકીર્તિ અને અવધ ઓઝાના સેન્ટરમાં પણ પૂરતી સુવિધાઓ ન હોવાનું બહાર આવ્યું હતું પરંતુ તે પછી શું થયું તે રામ જાણે, દિલ્લીમાં ભાજપ સરકાર પણ આવી ગઈ પરંતુ એવા સમાચાર નથી આવ્યા કે તેમનાં સેન્ટરોને તાળાં વાગ્યાં છે.
લખનઉમાં માત્ર ૨૨૬ કાચિંગ સંસ્થાઓ રજિસ્ટર્ડ છે. ચાર હજાર જેટલી સંસ્થાઓ ગેરકાયદે રીતે ચાલી રહી છે. લખનઉમાં જ અગ્નિશમનની સુવિધા વગર ૭૧ ઈમારતો ચાલી રહી હતી. તેને સીલ કરવામાં આવી હતી. આ જ રીતે બરેલીમાં નવ કાચિંગ સેન્ટર સીલ કરવામાં આવ્યાં.
હવે નિર્ણય કરવામાં આવ્યો કે બેઝમેન્ટમાં કાચિંગ સેન્ટર અને ર્નસિંગ હામ નહીં ચાલી શકે. રાવ્સ આઈએએસ કાચિંગ સેન્ટર દુર્ઘટનામાંથી ધડો છેક બે વર્ષે લેવામાં આવ્યો? અને લખનઉનો અગ્નિકાંડ ન થયો હોત તો હજુ લેવાયો હોત કે કેમ તે પ્રશ્ન છે. અને લખનઉમાં થયું એટલે ઉત્તર પ્રદેશ ઉપરતળે છે. ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, બિહાર, હરિયાણા, કર્ણાટક, તમિળ નાડુ, ઇત્યાદિ રાજ્યોમાં પ્રશાસન મૂક દર્શક છે. કદાચ એવું વિચારતાં હશે કે જ્યારે ઘટના ઘટશે ત્યારે ચીપિયો પછાડીશું.
આવું થાય ત્યારે રાજનીતિ રમાવા લાગે છે. લખનઉ અગ્નિકાંડ અંગે પણ રાજનીતિ રમાઈ રહી છે. ઉપ મુખ્ય પ્રધાન બ્રિજેશ પાઠકે કહ્યું કે જ્યાં આ અગ્નિકાંડ થયો તે અલીગંજ એનિમેશન સેન્ટરની ઈમારતનું અવૈધ નિર્માણ સમાજવાદી પક્ષ એટલે કે અખિલેશ યાદવની સરકાર વખતે થયું હતું. ડિસેમ્બર ૨૦૧૫માં પ્લાટ બિલકુલ ખાલી હતો. ૨૦ આૅગસ્ટ ૨૦૧૪એ અખિલેશ સરકારે ૧૯૯૨ ચોરસ ફૂટનો આવાસીય નકશાને અનુમતિ આપી. ફેબ્રુઆરી ૨૦૧૬માં નિર્માણ શરૂ થયું અને જૂન ૨૦૧૬ સુધીમાં ઈમારતનું નિર્માણ થઈ પણ ગયું ! ૨૦૧૬માં અવૈધ નિર્માણનો કેસ થયો. ૧૦ મે ૨૦૧૬એ ધ્વસ્તીકરણનો આદેશ પણ આવ્યો હતો. પરંતુ બે મહિના પછી પાંચ જુલાઈ ૨૦૧૬એ અખિલેશ સરકારે ધ્વસ્તીકરણનો આદેશ નિરસ્ત કરી દીધો. આ કેમ કર્યું? અને કોના દબાણ હેઠળ?
વાત સાચી છે. આ રીતે તો અખિલેશ સરકાર પણ આ કરપીણ હત્યાઓ માટે ઉત્તરદાયી ગણાય. પરંતુ તે પછી ૨૦૧૭થી લગલગાટ નવ વર્ષથી યોગી આદિત્યનાથની ભાજપ સરકારનું શાસન છે. આ નવ વર્ષમાં આ આદેશને પુનઃ લાગુ કરી આ અવૈધ નિર્માણને કેમ ન તોડી પડાયું? ત્યાં કેમ આ કાચિંગ સેન્ટર ચાલતું રહેવા દીધું?

લખનઉના એનિમેશન કાચિંગ સેન્ટરમાં આગમાં ૧૫ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીનાં મૃત્યુ થયાં. તે પછી પ્રશાસન સફાળું જાગ્યું છે અને ધડાધડ કાચિંગ સેન્ટરો, ઈમારતોને સીલ કરાઈ રહી છે. પ્રશ્ન એ છે કે આગ પછી જ કેમ પ્રશાસન જાગે છે? અને જ્યાં આગ લાગે છે તે રાજ્યનું પ્રશાસન જ કેમ જાગે છે?

jaywant.pandya@gmail.com