સાવરકુંડલાના ઘોબા ગામેથી એક પરિણીતા ઘરેથી ચાલી નીકળી હતી. આ બનાવ અંગે ગોરધનભાઇ જસાભાઇ બગડા (ઉં.વ. ૫૦)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની લીલાબેન (ઉં.વ. ૪૦) પોતાના દીકરાના ઘરેથી કોઇને જાણ કર્યા વગર ક્યાંક ચાલ્યા ગયાં હતાં. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.એન. ખસતીયા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.