વડિયાના મેઘા પીપળીયા ગામે રૂ. ૧૦.૮૭ લાખની ચોરીથી ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે નટુભાઈ ગાંડાભાઈ દાવડા (ઉ.વ.૫૭)એ મૂળ રામપુર (તોરી)ના અને હાલ મેઘા પીપળીયા ગામે રહેતા મીહિર ખુશાલભાઈ પરમાર (ઉ.વ.૨૧) સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીએ તેમના તથા સાહેદના રહેણાંક મકાને ગેરકાયદેસર
ગૃહપ્રવેશ કરી તેમના રૂમમા બોક્ષ શેટી પલંગમાથી સોનાનો હાર (ડોકીયુ) નંગ-૦૧ તથા નાની બુટી નંગ-૦૨, સોનાની બુટી નંગ-૦૨, સોનાની ચીપવાળા પાટલા નંગ-૦૨, જેન્ટ્સ સોનાની વીંટી નંગ ૦૩, લેડીઝ સોનાની વીંટી નંગ-૦૨ મળી કુલ કિ.રૂ.૫,૭૬,૨૦૦ ના સોનાના દાગીનાની ચોરી કર્યા હતા. તેમજ સાહેદ હિતેષભાઇ ભગવાનભાઇ મકવાણાના ઘરે ઘરમાં કબાટમાંથી એક સોનાનો પેન્ડલસેટ બુટી સાથેનો, સોનાની બુટી નંગ-૦૨, સોનાનો ચેન નંગ-૦૧, સોનાનું પાન (પેન્ડલ), સોનાની ચીપવાળા પાટલા નંગ-૦૨, અડધી તુટેલ ચાંદીની લક્કી નંગ-૦૧ મળી કુલ કિં.રૂ.૫,૧૧,૨૦૦ના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. કુલ ૧૦,૮૭,૪૦૦ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. વડિયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી આઈ પી ડી ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે.










































