રાજુલાના દાતરડી ગામેથી વરલી મટકાનો જુગાર રમાડતા બે ઇસમો ઝડપાયા હતા. દાતરડી ગામથી આગળ આવેલી હુલાઇ કૃપા હોટેલ પાસે હાઇ-વે રોડ પરથી બુધાભાઇ બાલાભાઇ બલદાણિયા
(ઉ.વ. ૩૨) તથા દિલીપભાઇ ધનાભાઇ ચૌહાણ (ઉ.વ. ૩૫) વરલી મટકાનો જુગાર રમાડતા રેઇડ દરમિયાન કુલ રોકડ રૂ. ૧,૦૫૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. એલ. ભેરડા વધુ તપાસ કરી રહ્યા છે.