જાફરાબાદના મીતીયાળા ગામના યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન પલંગ પરથી પડી જતાં મોત નીપજ્યું હતું. બાલુભાઇ મોહનભાઇ બાંભણીયા (ઉ.વ. ૫૧)એ જાહેર કર્યા મુજબ, ભવનભાઇ મોહનભાઇ બાંભણીયા (ઉ.વ. ૩૫)ને પેટમાં પાણી ભરાઈ ગયું હોવાથી રાજુલાની એક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પલંગ પરથી અચાનક પડી જતાં માથાના ભાગે ઈજા થઈ હતી.ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી. એમ. વાળા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.







































