અમરેલી એસ.ઓ.જી. ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે એક મહત્વની સફળતા મેળવી છે. કોર્ટના ફોજદારી કેસ નંબર ૧૭૦૪/૨૦૨૨ અંતર્ગત નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ ૧૩૮ (ચેક રિટર્ન) મુજબ છ માસની સાદી કેદની સજા પામેલો અને નાસતો ફરતો આરોપી એજાજભાઈ ફિરોજભાઈ ભાયદાણી (ઉંમર ૪૧, રહે. અમરેલી) ઝડપાઈ ગયો છે. પોલીસે આરોપીને પકડીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે અમરેલી સીટી પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.








































