લીલીયા તાલુકા ભાજપ સંગઠનમાં ખાલી પડેલા હોદ્દાઓ પર નવી નિમણૂકો કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ, જિલ્લા ભાજપ અને ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ તાલુકા પ્રમુખ આનંદ ધાનાણી દ્વારા અટલધારા કાર્યાલય ખાતે નિમણૂકો કરવામાં આવી હતી. કિરીટભાઈ રવાણીને મંત્રી, અતુલભાઈ દવેને મંત્રી તથા અશોકભાઈ ભલાળાને કોષાધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. નવી ટીમથી સંગઠનને વધુ મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી.