લાઠીના જરખીયા ગામે માતાજીના મંદિરમાંથી રૂ. ૪૦ હજારની ચોરી થઈ હતી. રમેશભાઇ ડાયાભાઇ બરવાળીયા (ઉ.વ.૬૦)એ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે અજાણ્યો ચોર ઇસમ તેમના બરવાળીયા પરીવારના મંદિરમાં પ્રવેશ કરી મંદિરના દરવાજાની સ્ટીલની જાળીમાં તાળું માર્યું હતું,
તે તાળું તોડી દાન પેટીમાં રહેલી અંદાજે રોકડ રૂ.૪૦,૦૦૦ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.