સ્પેને આર્જેન્ટિનાના સતત બીજા વર્લ્ડ કપ જીતવાના સ્વપ્નને પણ ચકનાચૂર કરી નાખ્યું. આ વિજય બાદ, સ્પેનના કેપ્ટન રોડ્રીએ ટુર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડી માટે ગોલ્ડન બોલ એવોર્ડ જીત્યો.કાયલિયન એમબાપ્પેએ ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬માં ગોલ્ડન બૂટ એવોર્ડ જીતીને ઇતિહાસ રચ્યો. તે સતત બે વર્લ્ડ કપમાં ગોલ્ડન બૂટ જીતનાર વિશ્વનો પ્રથમ ફૂટબોલર બન્યો. સ્પેનના ઉનાઈ સિમોને શ્રેષ્ઠ ગોલકીપર માટે ગોલ્ડન ગ્લોવ એવોર્ડ જીત્યો. સ્પેને ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬માં આઠ મેચમાં ફક્ત એક જ ગોલ ગુમાવ્યો હતો. સ્પેનના પાઉ કુબારાસીએ તેના સાથી લેમિન યામલને હરાવીને શ્રેષ્ઠ યુવા ખેલાડીનો એવોર્ડ પણ જીત્યો. કુબારાસી સ્પેન માટે સેન્ટર-બેક તરીકે રમે છે. નેધરલેન્ડ્સે ફેર પ્લે એવોર્ડ જીત્યો.ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ માં એવોર્ડ વિજેતાઓની યાદી ગોલ્ડન બોલ (શ્રેષ્ઠ ખેલાડી) રોડ્રી (સ્પેન),ગોલ્ડન બૂટ (ટોચના ગોલ સ્કોરર) કાયલિયન એમબાપ્પે (ફ્રાન્સ) – ૧૦ ગોલ,ગોલ્ડન ગ્લોવ (શ્રેષ્ઠ ગોલકીપર) ઉનાઈ સિમોન (સ્પેન),શ્રેષ્ઠ યુવા ખેલાડી પાઉ ક્વેબ્રાસીયો (સ્પેન) આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સી પાસે ફાઇનલમાં ગોલ્ડન બૂટ જીતવાની તક હતી. આમ કરવા માટે, તેને ઓછામાં ઓછા બે ગોલ કરવાની જરૂર હતી. જાકે, મેસ્સીનો જાદુ ફાઇનલમાં નિષ્ફળ ગયો. તે આ મેચમાં એક પણ ગોલ કરવામાં નિષ્ફળ ગયો. મેસ્સી પહેલાથી જ બે વાર ગોલ્ડન બોલ જીતી ચૂક્્યો છે અને ત્રીજી વખત તેને જીતવાની આશા રાખતો હતો, પરંતુ તે જીતવામાં નિષ્ફળ ગયો. માન્ચેસ્ટર સિટીના મિડફિલ્ડર રોડ્રીએ ટુર્નામેન્ટમાં એક પણ ગોલ કર્યો ન હતો, પરંતુ મિડફિલ્ડમાં તેનો પાસિંગ અને બોલ નિયંત્રણ સ્પેનની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવ્યું હતું. આનાથી તેને આખરે ગોલ્ડન ગ્લોવ એવોર્ડ મળ્યો. તે ચેÂમ્પયન્સ લીગ, બેલોન ડી’ઓર અને વર્લ્ડ કપ જીતનાર ૧૧મો પુરુષ ખેલાડી બન્યો.










































