તલનાં પાનનો સુકારો (ફાઈરોપ્થોરા બ્લાઈટ) રોગના લક્ષાણો: આ રોગ ફાઈટોપ્થોરા સીસેમી ફુગથી આવે છે. છોડના અવશેષને અને જમીનમાં આ રોગના જીવાણુઓ હોવાથી વધુ ભેજવાળા અને વધુ વરસાદવાળા વિસ્તારમાં વિશેષ્ જોવા મળે છે. આ રોગને ઉષ્ણતામાન રપ થી ર૮ સેન્ટીગ્રેડ વધારે અનુકુળ આપે છે.
આ ફુગની શરૂઆત નાનો છોડ હોય ત્યારથી પાન ઉપર આછા ભુખરા પાણી પોચા ચાંઠા ઓથી થાય છે અને આ ચાંઠાઓ વધે છે. આ રોગ દાંડી અને ફુલનાં ભાગો પર જોવા મળે છે, આ રોગની વધુ તીવ્રતાથી તલની શીંગો ચિમળાઈ જાય છે અને દાણા બેસતા નથી.
નિયંત્રણ:- કોપર ઓકઝીકલોરાઈડ (તાંબાયુકત ફુગનાશક દવા ૦.ર ટકા) ૪૦ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ પ્રથમ રોગ દેખાય ત્યારે કરવો અને બીજો છંટકાવ ઝાઈનેબ અથવા મેન્કોઝેબ ર૬ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળીને ૧પ દિવસનાં અંતરે કરવો.
તલ: પર્ણગુચ્છ / ફાયલોડી
• રોગ લીલા તડતડીયાથી ફેલાતો હોઈ તેના નિયંત્રણ માટે ઓક્ઝિડીમેટોન મીથાઈલ ૧૫ મિલી અથવા ડાયમીથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લી. અથવા ફોસ્ફામીડોન ૪૦ એસએલ ૧૦ મિ.લી. ૧૦ લીટરમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.
• મગફળીમાં અફલાટોકસીન
• ખેતરમાં ડોડવા પાકવાની અવસ્થામાં હોય ત્યારે તેમજ બીજ ભેજવાળા હોય તો સંગ્રહ દરમ્યાન એસ્પરજીલસ ફલેવસ ફુગ બીજમાં દાખલ થઈ જાય છે અને આ બીજ વાવતા અફલારૂટ પેદા કરે છે.
• આ રોગમાં રોગિષ્ટ છોડ ઠીંગણો રહી જાય છે. પાન લાંબા અણીવાળા બની જાય છે અને આવો છોડ બે મહિના સુધી જીવંત રહિ અને છેલ્લે સુકાઈ જતો હોય છે. આ ફુગને કારણે ઘણીવાર દાણામાં અફલાટોકસીન નામનું ઝેર પેદા થાય છે.
• તેના નિયંત્રણ માટે આંતરખેડ અને નીંદામણ કરતી વખતે તેમજ મગફળી ઉપાડતી વખતે ડોડવાને ઈજા ન થાય તેની સાવચેતી રાખવી. મગફળીના ડોડવા અને દાણામાં ૮ ટકાથી ઓછો ભેજ રહે તે મુજબ સુકવીને ભેજ મુકત જગ્યાએ સંગ્રહ કરવો.ડોલોમાઈટ પાઉડર આધારિત ૦.૬૨૫ કિ.ગ્રા. ટ્રાયકોડર્માં હારજીયાનમ, સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ એરંડીના ખોળમા ભેળવી વાવેતર સમયે ચાસમાં અને તેનો તેટલોજ જથ્થો વાવેતરના એક મહિના પછી જમીનમાં આપવો.
મકાઈ: ટપકાવાળી લશ્કરી ઈયળ
• પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો.
• આ જીવાતના નર ફુદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫૦ પ્રતિ હેક્ટર પ્રમાણે ગોઠવવા.
• ઈંડાના સમૂહ શરૂઆતની અવસ્થાની ઈયળોને જુદા જુદા તબક્કાની ઈયળોનો હાથથી વીણી એકત્ર કરીને નાશ કરવો.
• ઉપદ્રવની શરૂઆતમાં બેસીલસ થુરીન્ઝીન્સીસ નામના જીવાણુંનો પાઉડર ૨૦ ગ્રામ અથવા બ્યુવેરીયા બેસીયાના ૧૦ લીટર પાણીમાં ભેળવી છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો.
• લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ ટકા અર્ક) અથવા લીમડાનું તેલ ૩૦ મિ.લી. પાણીમાં ભેળવવા ૧૦ ગ્રામ કપડા ધોવાનો પાઉડર ઉમેરવો અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લી. (૧ ટકા ઈસી) થી ૪૦ મિ.લી. (૦.૧૫ ઈસી) ૧૦ લીટર પાણીમાં ઉમેરી છોડની ભૂંગળી બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો.
• મકાઈની ભૂંગળીમાં એક ચપટી (૫ ગ્રામ / છોડ) જેટલી માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતના ઉપદ્રવમાં ઘટાડો થાય છે.
• વધુ ઉપદ્રવ હોય તો કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લી. અથવા એમામેકિટન બેન્ઝોએટ ૫ એસજી ૪ ગ્રામ અથવા સ્પીનેટોરામ ૧૧.૭ એસસી ૦૭ મિલી અથવા થાયોમેથોકઝામ ૧૨.૬% + લેમડાસાયહેલોથ્રીન ૯.૫% ઝેડસી ૩ મિ.લી. સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મિ.લી. અથવા ફ્લુબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી ૩ મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૪ મિ.લી. અથવા એમામેકિટન બેન્ઝોએટ ૫ એસજી ૪ ગ્રામ અથવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો. મકાઈની ભૂંગળી અને ડોડા પર વ્યવસ્થિત છંટકાવ થાય તેની કાળજી લેવી. જરૂર જણાય તો અઠવાડીયા પછી બીજો છંટકાવ કરવો
ડાંગર: ડાંગરનાં દાહ/ કરમોડી રોગનું જૈવિક નિયંત્રણ માટે સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ અથવા આઈસોલેટ (૬ મિલી પ્રતિ ૧ લીટર)નાં બે છંટકાવ કરવા. ડાંગરમાં ફુટ અને જીવ પડવાની અવ્સ્થાએ ૧.૫% પોટેશીયમ સિલિકેટ છાંટવા થી ઢળવાનું પ્રમાણ ઘટે છે.
ચીકુ: ૩૦ વર્ષથીવધુ ઉમરનાં ચીકુ કાલીપત્તી ની જાત માટે ઝાડનાં ટોંચનાં ૧ મીટર ભાગને એક વખત ડીસેમ્બર મહિના દરમ્યાન ડાળીને દુર કરવા જોઈએ.
ટમેટા:જી.ટી.૭ આ જાતનાં ફળ ખાનારી ઈયળ, સફેદ માખી તેમજ લીફમાઈનોરનું નુકશાન બીજા જાતોની સરખામણીએઓછું થાય છે. લીલી ઈયળ માટે ફેરરોપણીનાં ત્રીજા થી અઢારમાં અઠવાડીએસુધી લીલી ઈયળનાં ઉપદ્રવની મોજણી કરતા રહેવું.
રીંગણી: લાલ કથીરીનાં નિયંત્રણ માટે સ્પાયરોમેસિફોનનાં ફળ બેસવાની અવસ્થાએ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.
કપાસ: ટપક પધ્ધતિ દ્વારા કપાસમાં નાઈટ્રોજન યુક્ત ખાતરો આપવાથી ખાતરનો વ્યય ઘટે છે. અને
નિંદામણ ઓછું થાય છે. તેમજ ખાતરનું પ્રમાણ પણ ઓછું જોઈએ છે. તથા રોગ – જીવાતનું પ્રમાણ પણ ઘટે છે.
આંબો: ૩૫ વર્ષથી વધુ ઉમરનાં હાફુસનાં ઝાડની આંબાવાડી ખેડૂતોએ હાફુસનાં ઝાડને ઓગષ્ટ મહિનામાં પહેલો બ્યુટ્રાઝોલ ૫ ગ્રામ સક્રિય તત્વ જમીનમાં આપવું તેમજ ઓકટોબર – નવેમ્બર માસમાં પોટેશીયમ નાઈટ્રેટ ૨ % નાં બે છંટકાવ કરવાથી ઉત્પાદન સારું આવે છે.
કેળ: રોપણી પછી ત્રીજા, ચોથા અને પાંચમાં મહીને ફર્ટીગેશન દ્વારા નાઈટ્રોજન અને પોટાશ ખાતરનાં ત્રણ સરખા ભાગમાં આપવું અને ફોસ્ફરસ ખાતર રોપણીનાં ૧ મહિના પછી જમીનમાં આપવું.
લૂમ પર ૨% સલ્ફેટ ઓફ પોટાશનાં બે છંટકાવ પ્રથમ છંટકાવ ફુલોનાં ક્ષેત્રે ૧૨ ફુલ તોડયા બાદ અને બીજો છંટકાવ પ્રથમ છંટકાવનાં ૩૦ દિવસ પછી કરવો.
૨ % બનાનાશકિત સુક્ષ્મ પોષક તત્વોનાં રોપણી પછી ૩, ૪ અને ૫ મહિનેપાન પર છંટકાવ કરવો.
નાળિયેરી: નાળિયેરી ડી ટટી જાત ૭.૫ મીટર ટ૭.૫ મીટરના અંતરે વાવવી તેમાં કેળ, સુરણ, તાનીયા અને હળદર પાકોનું આંતર પાક તરીકે વાવેતર કરવું.
દિવેલા: તડતડીયા(જેસીડ) અને થ્રીપ્સ:આજીવાતનાનિયંત્રણ માટે શોષક પ્રકારની દવાઓ જેવી કેડાયમીથીએટ ૧૦ મિ.લી. દવા ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
ફુલ: ગુલછડી ફુલોને બોરીક એસીડનાં ૪ % દ્રાવણમાં (૪૦ ગ્રામ બોરીક એસીડ ૧ લીટર ગરમ પાણીમાં ઓગાળી તેને સામાન્ય તાપમાને ઠંડુ કરી) ૫ સેકન્ડ ની માવજત (ઝડપથી ફુલ ડુબાડી) આપવાથી ફુલ તોડયા બાદ ૨૪ કલાક સુધી તાજા સાચવી શકાય છે. ગુલછડી ને ૪ % લેમન પાકો ખાદ્ય રંગનાં દ્રાવણમાં ૧ કલાક માટે રાખવાથી મુલ્ય વૃદ્ધિ કરી શકાય છે. સેન્દ્રીય ખેતી કરતા ખેડૂતોએ ચુસીયા પ્રકારની જીવાતનાં નિયંત્રણને ૨૦% લીંબોળીની તેલ, ૪% લીંબોળી અર્ક અને ૨% ગૌમૂત્રનો છંટકાવ કરવો.
આભાર – નિહારીકા રવિયા














































