બગસરામાં મામલદાર ઓફિસ સામે પડેલ મહાકાય ખાડાને વોર્ડ નંબર ૩ના મહિલા સદસ્ય સંગીતાબેન જાદવ અને રમેશભાઈ સતાણી દ્વારા બુરવામાં આવ્યો હતો. શહેરમાં પરેશાનીરૂપ આ મહાકાય ખાડાને પાલિકા અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બુરવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ આ કામગીરીમાં બેદરકારી રાખવામાં આવી હોવાથી તે ખાડો ફરી મહાકાય બની ગયો હતો. ત્યારે અહીંથી પસાર થતા લોકો અને વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આથી વોર્ડ નં.૩ના પાલિકા સદસ્યો દ્વારા આ ખાડામાં બ્લોક બેસાડીને આ કામગીરી કરી હોવાથી લોકોએ પણ તેમની કામગીરીની સરાહના કરી હતી. નટવરનગર, અમરેલી રોડ સિવાયના અનેક વિસ્તારમાં પડી ગયેલા આવા મહાકાય ખાડાને બુરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે.








































