લાઠી તાલુકાના ભૂરખીયા હનુમાનજી મંદિર ખાતે તા. ૨૦ ઓગસ્ટ, ગુરુવારે ૧૦૧મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાશે. રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર-મુંબઈના આર્થિક સહયોગથી લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સિટી), ભૂરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને સુદર્શન નેત્રાલય અમરેલીના સંયુક્ત ઉપક્રમે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પનો સમય સવારે ૮થી બપોરે ૧૨ વાગ્યા સુધીનો રહેશે. જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે અમરેલી લઈ
જવામાં આવશે. નંબરના ચશ્મા રાહત દરે બનાવી આપવામાં આવશે. દર્દીઓને આધાર પુરાવા સાથે સમયસર હાજર રહેવા આયોજકોએ અનુરોધ કર્યો છે.