બાબરાના મોટા દેવળીયા ગામેથી ૬ જુગારી રોકડા ૧૭,૦૫૦ સાથે ઝડપાયા હતા. અવેશભાઇ સતારભાઇ ઘાંચી, જયરાજભાઇ ગભરૂભાઇ ધાંધલ, પ્રવિણભાઇ કિશનભાઇ ગોંડલીયા, મહેશભાઇ શામજીભાઇ મકવાણા, ઉનડભાઇ લખુભાઇ બસીયા તથા મનુભાઇ ઓધવજીભાઇ સાનેપરા જાહેરમાં તીનપત્તીનો હારજીતનો પૈસા તથા પાના વડે જાહેરમાં જુગાર રમતાં રોકડા રૂ.૧૭,૦૫૦ના મુદ્દામાલ સાથે રેઇડ દરમિયાન ઝડપાયા હતા. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.એમ ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે.







































