બગસરા નાગરિશ સહકારી મંડળીના જનરલ એમ.ડી. નિતેશ ડોડીઆ દ્વારા લોકોમાં દેશભક્તિ ઉજાગર કરવા માટે મોટરસાયકલ પર ‘આઈ લવ ભારતમાતા’ના સ્ટીકર લગાડવામાં આવ્યા હતા. આ અંગે નિતેશ ડોડીઆએ જણાવ્યું હતું કે, તિરંગા યાત્રા બાદ લોકોમાં દેશપ્રેમની ભાવના વધુ કેળવાય તે માટે મોટરસાયકલ પર સ્ટીકર લગાડવામાં આવ્યા હતા. ‘આઈ લવ ભારતમાતા’ના સ્ટીકર બાઈક પર લગાડવામાં આવતા શહેરમાં દેશભÂક્તનું અનોખુ વાતાવરણ જાવા મળ્યુ હતુ.