ધોરાજીના સુપેડી ખાતે બંધ પડેલું રેલવે સ્ટેશનને મંગળવારથી ફરીથી ખુલ્લુ મુકાયું છે. કેન્દ્રીય પ્રધાન ડા. મનસુખ માંડવિયાએ સ્થાનિક ધારાસભ્ય ડા. મહેન્દ્ર પાડલિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુપેડી રેલવે સ્ટેશનથી ટ્રેન નંબર ૧૯૫૭૧ રાજકોટ-પોરબંદર-રાજકોટ દૈનિક એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને બે જોડી ટ્રેનોના પ્રાયોગિક ધોરણે અપાયેલા વધારાના સ્ટોપેજનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રેલવેના વરિષ્ઠ અધિકારીઓ, રેલવે કર્મચારીઓ, સુપેડીના નાગરિકો, રેલ મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર ૧૯૫૭૧/૧૯૫૭૨ રાજકોટ-પોરબંદર-રાજકોટ દૈનિક એક્સપ્રેસ તથા ટ્રેન નંબર ૫૯૫૫૭/૫૯૫૬૦ પોરબંદર-ભાવનગર-પોરબંદર પેસેન્જરને સુપેડી રેલવે સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.સુપેડી સ્ટેશન પર ટ્રેનોનું નાગરિકો તથા રેલ મુસાફરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.