ધ ગુજરાત સ્ટેટ કો.ઓ. એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલમેન્ટ બેન્ક લી. (ખેતીબેંક)ના ડિરેક્ટરોની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. ચૂંટણીને લઈને ઉમેદવારો અને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન મથકો પર સવારથી જ મતદારોની અવરજવર જોવા મળી હતી. ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદાનની સમગ્ર પ્રક્રિયા નિયમો મુજબ હાથ ધરવામાં આવી હતી. જેમા જિલ્લા ડિરેક્ટર તરીકે શંભુભાઈ દેસાઈની ૬૦ મતોથી જીત થઈ હતી. જયારે તાલુકા પેનલમાં પણ શંભુભાઈ દેસાઈ વિજેતા થયા છે જ્યારે તાલુકા પેનલમાં અન્ય બે ઉમેદવારો પ્રતાપભાઈ કાછડીયા અને કિશોરભાઈ કાનપરીયા ચૂંટાઈ આવ્યા છે.