સાવરકુંડલા શહેરમાં મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા અને નગરજનોના આરોગ્યની સુરક્ષા માટે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડીડીટીનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. નગરપાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયાના હસ્તે છંટકાવની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આયોજનબધ્ધ રીતે છંટકાવ કરવામાં આવી રહ્યો છે. વરસાદી ઋતુ દરમિયાન મચ્છરોનો ઉપદ્રવ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ કામગીરી હાથ ધરવામાં આવી છે. તબક્કાવાર શહેરના વધુ વિસ્તારોને આવરી લેવામાં આવશે. નગરપાલિકાએ નગરજનોને આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે તકેદારી રાખવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે.