અમદાવાદ ખાતે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ભાજપ કિસાન મોરચાની પ્રદેશ સંગઠન બેઠક યોજાઈ હતી. બેઠક કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિરેન હિરપરાની આગેવાનીમાં અને પ્રદેશ ઉપાધ્યક્ષ તથા કિસાન મોરચાના પ્રદેશ વાલી ભરત પંડ્યાના માર્ગદર્શન હેઠળ યોજાઇ હતી. બેઠકમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના વર્ષ ૨૦૨૬-૨૭થી ૨૦૩૦-૩૧ સુધી ચાલુ રાખવાના કેન્દ્ર સરકારના નિર્ણય બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવાયા હતા. ગુજરાતમાં ટુકડા ધારામાં ખેડૂતહિતકારી સુધારા કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય સરકારને પણ અભિનંદન અપાયા હતા. કિસાન મોરચાની સંગઠનાત્મક પ્રવૃતિઓ અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સરકારની ખેડૂતલક્ષી યોજનાઓની માહિતી દરેક ગામ અને ખેડૂત સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું હતું.







































