અમરેલીમાં દાહોદના યુવક સામે સગીરાનું બદકામના ઈરાદે અપહરણ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. સગીરાના પિતાએ દાહોદના ગરબાડા તાલુકાના ખાટીયા ફળીયું, ગુલબાર ગામના પ્રિંયાક ઉર્ફે ગોવિંદ ઉર્ફે પીન્ટુ કલજીભાઇ મેડા સામે તેમની સગીર પુત્રીને લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે તેમના કાયદેસરના વાલી પણામાંથી અપહરણ કરીને લઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી.







































