બાંગ્લાદેશની ટીમ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ મેચ રમી રહી છે. બંને ટીમો વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી ૧૩ ઓગસ્ટના રોજ ડાર્વિનમાં શરૂ થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ ટેસ્ટમાં પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. લંચ સુધીમાં ચાર બેટ્સમેન આઉટ થયા હતા. સ્ટીવ સ્મિથ ૭ રન બનાવીને અણનમ રહ્યા. જાકે લંચ પછી એલેક્સ કેરી અને બ્યુ વેબસ્ટર પણ પેવેલિયનમાં પાછા ફર્યા હતા, સ્ટીવ સ્મિથે એક છેડે મજબૂતીથી બેસાડી રાખી હતી. ઓસ્ટ્રેલિયાનો સ્કોર ૩૮મી ઓવરમાં ૧૫૦ રનને પાર કરી ગયો. Âસ્મથે ઓવરના પહેલા બોલ પર સિક્સર ફટકારીને એક મોટો સિમાચિહ્ન હાંસલ કર્યો.
હકીકતમાં, તૈજુલ ઇસ્લામ ૩૮મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો. સ્મિથે તૈજુલનું છગ્ગો મારીને સ્વાગત કર્યું. આ છગ્ગાથી સ્મિથનો વ્યક્તિગત સ્કોર ૪૨ પર પહોંચી ગયો. આ સાથે, ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા દિગ્ગજ એલન બોર્ડરને પાછળ છોડી ગયો. સ્મિથ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે એલન બોર્ડર પાંચમા સ્થાને સરકી ગયો છે. સ્મિથ હવે રિકી પોન્દીંગ, ડેવિડ વોર્નર અને સ્ટીવ વોથી આગળ છે. સ્ટીવ સ્મિથે ૩૬૧ આંતરરાષ્ટÙીય મેચોમાં ૪૩૦ ઇનિંગ્સમાં ૧૭,૭૦૦ થી વધુ રન બનાવ્યા છે. જેમાં ૪૯ સદી અને ૮૫ અડધી સદીનો સમાવેશ થાય છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન
રિકી પોન્ડીગ – ૨૭૪૮૩
ડેવિડ વોર્નર – ૧૮૯૯૫
સ્ટીવ વો – ૧૮૪૯૬
સ્ટીવ સ્મિથ – ૧૭૭૦૦*
એલન બોર્ડર – ૧૭૬૯૮
સ્મિથે ફિફ્ટી ફટકારી
ડાર્વિનમાં પ્રથમ ટેસ્ટ પહેલા, સ્ટીવ સ્મિથે ૧૭૬૫૬ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા હતા. એલન બોર્ડરને પાર કરવા માટે તેને ફક્ત ૪૨ રનની જરૂર હતી. Âસ્મથે માત્ર એલન બોર્ડરને જ નહીં પરંતુ સંઘર્ષ કરતી ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સ દરમિયાન શાનદાર અડધી સદી પણ ફટકારી. Âસ્મથની આ તેની ટેસ્ટ કારકિર્દીની ૪૫મી અડધી સદી છે. આ અડધી સદી સાથે, સ્મિથે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ ૫૦ થી વધુ રન બનાવનારા બ્રાયન લારા અને સ્ટીવ વોના રેકોર્ડની બરાબરી કરી. આ સ્મિથનો તેની કારકિર્દીનો ૮૨મો ૫૦ થી વધુ રનનો સ્કોર છે.













































