દામનગરના સુવાગઢ ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂની ૩૮૪ બોટલ પોલીસે ઝડપી પાડી હતી. રાજુભાઈ જીણાભાઈ મકવાણા (ઉ.વ.૪૯) પોતાની વાડીમાં રહેણાંક મકાનમાંથી પાસ-પરમિટ વગર ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની ૩૮૪ બોટલ સાથે ઝડપાયા હતા. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી. એ. ચારોલા વધુ તપાસ કરી રહ્યા છે.







































