સાવરકુંડલાના પીઠવડી ગામની સીમમાંથી સગીરાનું બદકામના ઈરાદે અપહરણ થયું હતું. આ અંગે સગીરાના માતાએ મૂળ મધ્ય પ્રદેશના રાનાપુર તાલુકાના માતાસુલા ગામના દશરથ વસુનિયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપી તેમની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાની લગ્ન કરવાના કે બદકામ કરવાના ઇરાદે તેમના વાલીપણામાંથી ભગાડીને લઈ ગયો હતો.







































