શું કોઈ ગ્રાહક દુકાનમાં ખરીદી કરવાના બહાને આવીને એવી ચાલાકીથી હાથફેરો કરી શકે કે વેપારીને ખબર પણ ન પડે? અમદાવાદના ગોતા વિસ્તારમાંથી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેને જાણીને તમે પણ ચોંકી જશો…એક શાતિર ચોરે બ્રાન્ડેડ ઘડિયાળની દુકાનને નિશાન બનાવી…અમદાવાદના ગોતા વિસ્તારમાં વંદે માતરમ રોડ પર આવેલા શÂક્ત ઇટીસી કોમ્પ્લેક્સની બ્રાન્ડેડ ઘડિયાળની દુકાનમાં ૧૬ ઓગસ્ટે એક યુવક ગ્રાહકના સ્વાંગમાં પહોંચ્યો હતો…ઘડિયાળ જાવાના બહાને યુવકે એવી ચાલાકી કરી કે વેપારીને પણ ઘટનાની જાણ થઈ નહીં…
સીસીટીવીમાં યુવકની હરકતો કેદ થઈ ગઈ હતી…વેપારીએ સીસીટીવી તપાસતા સમગ્ર ચોરીનો ભેદ ખુલ્યો.બાદમાં સમગ્ર મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી…ફરિયાદ બાદ સોલા પોલીસે ટેકનિકલ તપાસ અને બાતમીના આધારે મૂળ ઉત્તર પ્રદેશના પ્રદીપ નાયકને ઝડપી પાડ્યો…પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી અગાઉ ઘડિયાળ રીપેરીંગનું કામ કરતો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ચોરીમાં ગયેલી બે લાખથી વધુ કિંમતની સોનાની ઘડિયાળ કબજે કરી છે…હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અને તેની સાથે સંકળાયેલા અન્ય ગુનાઓ અંગે પણ તપાસ હાથ ધરાઈ છે…આ ઘટનાએ વેપારીઓ માટે પણ એક મહત્વની ચેતવણી આપી છે. દુકાનમાં આવનાર દરેક ગ્રાહક પર નજર રાખવી જરૂરી છે. કિંમતી વસ્તુઓ બતાવતી વખતે સાવચેતી રાખવી, કેમેરા સતત કાર્યરત રાખવા અને કોઈ શંકાસ્પદ હરકત જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જરૂરી છે…કારણ કે એક ક્ષણની બેદરકારી વેપારીને લાખો રૂપિયાનું નુકસાન કરાવી શકે છે…