અમદાવાદ શહેરમાં છસ્ઝ્રના અધિકારીઓના નામે સેટલમેન્ટ કરાવી આપવાના બહાને લાખો રૂપિયાની લાંચ માંગવાના કેસમાં એન્ટી કરપ્શન બ્યુરોએ પતિ-પત્નીને ઝડપી પાડ્યા છે. આરોપી શિલ્પા આહીર અને વિજય આહીરને સોનીની ચાલી ચાર રસ્તા પાસે ફરિયાદી પાસેથી રૂ. ૩.૧૫ લાખની લાંચ સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યા હોવાનું એસીબીની કાર્યવાહીમાં સામે આવ્યું છે.ફરિયાદી દ્વારા પોતાના મકાનના પ્રથમ માળે પતરાની છત દૂર કરીને પાકું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ બાંધકામને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન તરફથી ફરિયાદીને બે નોટિસ આપવામાં આવી હતી.આ નોટિસનો આધાર લઈને આરોપી શિલ્પા આહીર અને તેમના પતિ વિજય આહીરે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને એએમસીના અધિકારીઓ સાથે મામલો સેટલ કરાવી દેવાની ખાતરી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદ મુજબ, આરોપીઓએ બાંધકામ તોડવાની કાર્યવાહી અટકાવવા એએમસીના અધિકારીઓના નામે રૂ. ૩ લાખની માંગણી કરી હતી. આ ઉપરાંત શિલ્પા આહીર માટે અલગથી રૂ. ૨૫ હજારની માંગણી કરવામાં આવી હતી. આ રીતે કુલ રૂ. ૩.૨૫ લાખની લાંચની માંગણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ મુજબ, આરોપી શિલ્પા આહીર અગાઉ રૂ. ૧૦ હજાર મેળવી ચૂકી હતી અને બાકીના રૂ. ૩.૧૫ લાખ માટે ફરિયાદી પર દબાણ કરવામાં આવતું હતું.ફરિયાદી લાંચની રકમ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરીને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની પ્રાથમિક ચકાસણી બાદ છઝ્રમ્એ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવા માટે ટ્રેપ ગોઠવવાનું આયોજન કર્યું હતું.૧૯ ઓગસ્ટના રોજ એસીબીની ટીમે સોનીની ચાલી ચાર રસ્તા નજીક જાહેર રોડ પર છટકું ગોઠવ્યું હતું. આરોપી શિલ્પા આહીર અને વિજય આહીર પોતાની વેગનઆર કારમાં ફરિયાદી પાસેથી રૂ. ૩.૧૫ લાખની લાંચ સ્વીકારતા હોવાનું સામે આવતા છઝ્રમ્ની ટીમે બંનેને ઝડપી પાડ્યા હતા.એસીબીએ લાંચની રકમ કબજે લઈને બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓ પત્રકાર તરીકેની ઓળખનો ઉપયોગ કરીને લોકો પર દબાણ લાવતા હતા કે નહીં અને અગાઉ અન્ય લોકો પાસેથી પણ આ પ્રકારની રકમ વસૂલવામાં આવી હતી કે નહીં તે દિશામાં એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં એ બાબત પણ ચકાસવામાં આવશે કે આરોપીઓએ એએમસીના કયા અધિકારીઓના નામનો ઉપયોગ કર્યો હતો અને અધિકારીઓ સાથે કોઈ વાસ્તવિક સંડોવણી હતી કે પછી માત્ર તેમના નામે લોકો પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. હાલ બંને આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.એસીબી હવે આરોપીઓના સંપર્કો, અગાઉની સંભવિત ફરિયાદો અને એએમસી અધિકારીઓના નામે કરવામાં આવેલી કથિત ઉઘરાણી અંગે તપાસ કરશે. તપાસ પૂર્ણ થયા બાદ આ કેસમાં વધુ વિગતો અને અન્ય સંભવિત સંડોવાયેલા લોકો અંગે ખુલાસા થવાની શક્યતા છે.









































