ઉનાના નવાબંદર મરીન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નાલીયા માંડવી નજીક બાઈક પર દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બાઈક પર સવાર બે શખ્સોને અટકાવી તપાસ કરતા તેમની પાસેથી અલગ અલગ બ્રાન્ડની આશરે ૨૮૦ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે મહમદસેજાન આરીફ સોરઠીયા અને મોસીન અયુબ પઠાણને ઝડપી લીધા હતા. દારૂની બોટલો અને બાઈક સહિત કુલ રૂ. ૮૫,૨૮૪નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. દારૂ દીવથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. દારૂ મંગાવનાર રવી મકવાણાને ઝડપી પાડવા તપાસ શરૂ કરાઈ છે.









































