બાબરા તાલુકાના અમરાપરા ગામમાં શ્રાવણ માસના પ્રારંભ સાથે સીતારામ ધુન મંડળ દ્વારા પ્રભાતફેરીની શરૂઆત કરવામાં આવી છે. ગામના નાના-મોટા સૌ કોઈ વડીલો સહિત ભક્તિભાવથી જોડાઈ રહ્યા છે. સીતારામના જયઘોષ અને ધૂન-કીર્તનથી ગામનું વાતાવરણ ભક્તિમય બન્યું છે. મંડળ દ્વારા વિવિધ મંદિરોમાં દાન-સેવા સહિત ધાર્મિક અને સામાજિક કાર્યોમાં પણ યોગદાન આપવામાં આવે છે. પ્રમુખ ધીરુભાઈ સતાણી સહિત સમગ્ર ટીમની મહેનત અને સેવાભાવની પ્રશંસા થઈ રહી છે.








































