આઇસીસી વનડે વર્લ્ડ કપ ૨૦૨૭ માટે ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે. ત્રીજા વનડેમાં આયર્લેન્ડ પર ત્રણ વિકેટથી રોમાંચક જીત મેળવીને અફઘાનિસ્તાને ટુર્નામેન્ટમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. આ સાથે, દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાનારી ક્રિકેટની સૌથી મોટી વનડે ટુર્નામેન્ટ માટે ૧૦ ટીમોની પુષ્ટિ થઈ ગઈ છે.આઇસીસીની નવી ક્વોલિફિકેશન સિસ્ટમ હેઠળ, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ વનડે રેન્કિંગમાં ટોચની આઠ ટીમો, યજમાન દેશોને બાદ કરતાં, સીધા જ વર્લ્ડ કપના મુખ્ય તબક્કા માટે લાયક બનશે. અફઘાનિસ્તાને આયર્લેન્ડ સામેની જીત સાથે વર્લ્ડ કપમાં સ્થાન મેળવ્યું. ૨૦૨૭ વનડે વર્લ્ડ કપ માટે પહેલાથી જ ક્વોલિફાય થઈ ગયેલી ટીમોમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વેનો સમાવેશ થાય છે. દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે પહેલાથી જ યજમાન તરીકે ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ ચુક્યા છે, જ્યારે અન્ય ટીમોએ તેમના રેન્કિંગના આધારે સીધી ક્વોલિફાય મેળવી લીધી છે. ટુર્નામેન્ટ માટે બે સ્થાનો હવે ક્વોલિફાયર અને સુપર સિરીઝ દ્વારા નક્કી કરવામાં આવશે.
૨૦૨૭ વનડે વર્લ્ડ કપ માટે ૧૦ ટીમોની ક્વોલિફાયર ટુર્નામેન્ટ આવતા વર્ષે ૨૨ ફેબ્રુઆરીથી ૨૩ માર્ચ દરમિયાન રમાશે.આઇસીસીએ ટુર્નામેન્ટની તારીખોની પુષ્ટિ કરી છે, જાકે યજમાન દેશ હજુ સુધી નક્કી થયો નથી.આઇસીસીએ જુલાઈમાં વર્લ્ડ કપ માટે નવા ફોર્મેટની જાહેરાત કરી. આ ફોર્મેટ હેઠળ, ક્વોલિફાયર જીતનારી ટીમ ૧૪ ટીમોના વર્લ્ડ કપના મુખ્ય ગ્રુપમાં સીધી જશે. ક્વોલિફાયરમાં બીજા, ત્રીજા અને ચોથા સ્થાને રહેનારી ટીમો વર્લ્ડ કપના પ્રથમ તબક્કા, સુપર સિરીઝમાં આગળ વધશે. આ ત્રણ ટીમોની શ્રેણીમાં ટોચની ટીમ મુખ્ય ૧૨ ટીમોના વર્લ્ડ કપ તબક્કામાં આગળ વધશે.
૧૦ ટીમોના ક્વોલિફાયરમાં ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજના વનડે રેન્કિંગના આધારે, યજમાન દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને બાદ કરતાં, નીચેની બે પૂર્ણ સભ્ય ટીમોનો સમાવેશ થશે. વધુમાં, ક્રિકેટ વર્લ્ડ કપ લીગ ૨ માંથી ટોચની ચાર ટીમો ક્વોલિફાયરમાં આગળ વધશે. બાકીના ચાર સ્થાનો વર્લ્ડ કપ ક્વોલિફાયર પ્લેઓફ દ્વારા ભરવામાં આવશે, જેમાં લીગ ૨ માંથી નીચેની ચાર ટીમો અને ચેલેન્જ લીગ માંથી ચાર ટીમો હશે. આ આઠ ટીમોની સ્પર્ધામાં ટોચની ચાર ટીમો ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં સ્થાન મેળવશે.૨૦૨૭નો વનડે વર્લ્ડ કપ ૪ ઓક્ટોબરથી ૨૧ નવેમ્બર દરમિયાન યોજાશે. દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં કુલ ૧૨ સ્થળોએ મેચો રમાશે. નવા ફોર્મેટને કારણે, આ વખતે ટીમો માટે ક્વોલિફિકેશનનો જંગ વધુ તીવ્ર બનશે. જ્યારે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જેવી ટીમો પહેલાથી જ પોતાનું સ્થાન સુરક્ષિત કરી ચૂકી છે, ત્યારે આગામી મહિનાઓમાં દરેક વનડે મેચ બાકીની ટીમો માટે મહત્વપૂર્ણ રહેશે.