ઉના પંથકના એક ગામમાં પાડોશીએ સગીરાને લલચાવી-ફોસલાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. સગીરાને નબળાઈ લાગતા તેની માતા સારવાર માટે દીવની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબી તપાસ દરમિયાન સગીરા ચાર માસની ગર્ભવતી હોવાનું સામે આવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા.આ મામલે સગીરાની માતાએ નવાબંદર મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ આરોપીએ છેલ્લા ત્રણથી ચાર મહિનાથી સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે મ્દ્ગજીની કલમ ૬૫ અને ૩૫૧ તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.પોલીસે સગીરાનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. કેસમાં હ્લજીન્ની પણ મદદ લેવામાં આવી છે.









































