ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલું ખરકડી ગામ. જ્યાં નકલી દારૂ પીવાના લીધે અત્યાર સુધી ૭ લોકોના મોત નીપજ્યા છે. ૪ દિવસ અગાઉ મિત્રોએ વાડી વિસ્તારમાં દારૂ પાર્ટી કરી હતી. જે બાદ તેઓ વધુ સમય માટે બેભાન થયા હતા. જેમાંથી એક વ્યક્તિનું ટુંકી સારવાર દરમિયાન મોત થયું હતું. તો નકલી દારૂકાંડમાં એક બાદ એક એમ ૭ લોકોના મોત નીપજ્યા. તો બીજી તરફ તપાસ સોંપાયા બાદ ગણતરીના કલાકોમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ફરાર બુટલેગર રઈશને ઉજ્જૈનથી દબોચી લીધો છે. તો ૪ પોલીસ કર્મીને સસ્પેન્ડ પણ કરી દેવાયા છે.
સમગ્ર નકલી દારૂકાંડ કેસમાં મુખ્ય સપ્લાયર ગૌતમ સોલંકી સહિત ૧૦થી વધુને રાઉન્ડઅપ છે અને પૂછપરછ હેઠળ છે. આરોપીઓએ વિદેશી દારૂમાં દેશી દારૂ ભેળવ્યો હતો. જેમાં મધ્યપ્રદેશથી દારૂ બનાવી શકે તેવા કારીગરને પણ બોલાવ્યો હતો અને બુટલેગર ગૌતમ, મુકેશ અને રઈશે ભેગા મળીને ૨૫૦ જેટલી બોટલોમાં નકલી દારૂ ભર્યો હોવાની હકીકત સામે આવી છે. આરોપી ગૌતમ સોલંકીએ અગાઉ ૫૧ પેટી ડુપ્લીકેટ દારૂ બનાવીને વેચ્યો હતો. ગૌતમને અમદાવાદથી દારૂનું રો-મટિરિયલ લીધું હતું. પોલીસ તપાસમાં હજુ પણ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ તંત્ર અને સ્ટેટ મોનિટરિંગ સેલ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયા છે. જીસ્ઝ્રની ટીમે સ્પેશિયલ ઇન્વેÂસ્ટગેશન ટીમની રચના કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નકલી દારૂ બનાવનાર અને તેનો સપ્લાય કરનાર મુકેશ, ગૌતમ સોલંકી અને રઈશ નામના મુખ્ય આરોપીઓ સહિત કુલ ૨૧ બુટલેગરો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઘટના બાદ ફરાર થઈ ગયેલા મુખ્ય બુટલેગર રઈશને જીસ્ઝ્રની ટીમે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી દબોચી લીધો છે, જ્યારે ગૌતમ સોલંકી સહિત ૧૨થી વધુ શંકાસ્પદ શખ્સોને રાઉન્ડઅપ કરીને પૂછપરછ હાથ ધરાઈ છે.સ્થાનિક સ્તરે કાયદો અને વ્યવસ્થાની ગંભીર બેદરકારી સામે આવતા પોલીસ વિભાગે કડક પગલાં ભર્યા છે. આ કંડિશનલ ગેરરીતિ અને નિÂષ્ક્રયતા બદલ ૪ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં એક બીજ જમાદાર અને ડી-સ્ટાફના ૩ પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. એસઆઇટી દ્વારા હવે દારૂના આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.








































