અમરેલીના શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ, અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત લેઉવા પટેલ ટ્રસ્ટ સ્કૂલ-કોલેજ-હોસ્ટેલ ખાતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દેશભક્તિ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંકુલની પૂર્વ વિદ્યાર્થીની બ્રહ્માકુમારી કિંજલબેન દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી દરમિયાન સંકુલના પ્રમુખ સહિત અન્ય મહાનુભાવો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ એક સૂર અને એક તાલ સાથે સુંદર સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરી સહુને મંત્રમુગ્ધ કર્યા હતા.









































