પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં એક હોટલમાં આગ લાગવાથી ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ ઘટના સવારે ૪ વાગ્યાની આસપાસ બની. ઘટનાની માહિતી મળતાં, બે ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા અને આગ ઓલવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. આગનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. ઘટનાસ્થળે બચાવ અને અગ્નિસામક કામગીરી ચાલી રહી છે.
બીરભૂમ પોલીસ અધિક્ષક વિદિત રાજ ભૂંડેશે જણાવ્યું હતું કે, “બહારથી ધુમાડો કે આગ દેખાતી નહોતી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. સીડીનો ઉપયોગ કરીને ૨૨ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, અને ૧૧ લોકોને હોÂસ્પટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં સાત લોકોના મોત થયા છે.એફઆઇઆર દાખલ થયા બાદ, હોટેલ સંચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અમે તેની પૂછપરછ કરી રહ્યા છીએ.”એવું જાણવા મળ્યું છે કે સોમવારે સવારે હોટેલના પહેલા માળે રિસેપ્શનમાં છઝ્ર માં આગ લાગી હતી. ઉપલબ્ધ માહિતી અનુસાર, હોટેલમાં ફાયર સિક્યુરીટી હાજર હતી, પરંતુ મહત્વપૂર્ણ સમયે ફાયર એલાર્મ વાગ્યો ન હતો. આગ ધીમે ધીમે આખી હોટેલમાં ફેલાઈ ગઈ હતી. હોટેલ અને આસપાસનો વિસ્તાર ધુમાડાથી ભરાઈ ગયો હતો. કેટલાક લોકોના શ્વાસ રૂંધાઈ જવાથી મૃત્યુ થયા હતા, જ્યારે અન્ય જીવતા બળી ગયા હતા. મૃત્યુઆંક વધી શકે છે.
પોલીસે જણાવ્યું હતું કે તારાપીઠ મંદિર નગરમાં આવેલી ચાર માળની હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પર સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. તે સમયે મોટાભાગના મહેમાનો સૂઈ રહ્યા હતા. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. ઘાયલોને રામપુરહાટ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પીટલના સૂત્રોએ શરૂઆતમાં પાંચ લોકોના મોતની જાણ કરી હતી. જાકે, બાદમાં પોલીસે સાત લોકોના મોતની જાણ કરી હતી. હોટલ અધિકારીઓએ દાવો કર્યો હતો કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી.કોલકાતાની એક મહિલા આગમાંથી બચી જવામાં સફળ રહી. તેણીએ કહ્યું કે આગને કારણે હોટલની અંદર ગભરાટ ફેલાયો હતો. “અચાનક, આખી હોટલ ધુમાડાથી ભરાઈ ગઈ. અમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને બહાર નીકળવાનો રસ્તો શોધવાનું મુશ્કેલ બન્યું હતું.” પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતકોમાં કેટલાક યાત્રાળુઓનો પણ સમાવેશ થાય છે જે પ્રખ્યાત કાલી મંદિરમાં પૂજા કરવા માટે શહેરમાં આવ્યા હતા.









































