લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ યુજીસી એનઇટીની ત્રણ પરીક્ષાઓ રદ કરવા બદલ કેન્દ્ર સરકારની ટીકા કરી છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું છે કે એનટીએએ બે મહિના પછી પેપરો રદ કર્યા. દેશમાં શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. મોદી સરકારની જેમ,એનટીએ પણ પોતાની ભૂલો સ્વીકારવાનો ઇનકાર કરે છે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કહ્યું, “મોદીજી, જુઓ તમારા એનટીએએ હમણાં શું કર્યું છે. સમાજશા†, અંગ્રેજી અને વાણિજ્ય માટે યુજીસી એનઇટી પરીક્ષાઓ ૨૨ થી ૩૦ જૂન દરમિયાન યોજાઈ હતી. લગભગ બે મહિના પછી, દ્ગ્છ એ ત્રણેય પરીક્ષાઓ રદ કરી કારણ કે તેમાં ખોટા પેપર સેટ કરવામાં આવ્યા હતા અને જૂના પ્રશ્નોનું પુનરાવર્તન થયું હતું.
હજારો ઉમેદવારો જેમણે વર્ષોથી તૈયારી કરી, ફોર્મ ભર્યા, ફી ભરી અને દૂરના કેન્દ્રોમાં મુસાફરી કરી, તેમને હવે સપ્ટેમ્બરમાં ફરીથી આ બધું કરવું પડશે.એનટીએ ભૂલો કરે છે, પરંતુ વિદ્યાર્થીઓને તેના પરિણામો ભોગવવા પડે છે. મેં કોટા, દેહરાદૂન અને પ્રયાગરાજમાં આ કહ્યું હતું, અને હું તે કહેતો રહીશ. આ હવે શિક્ષણ પ્રણાલી નથી. તે એક ‘નિષ્કર્ષણ મશીન’ છે. તે તમારા પૈસા, તમારા વર્ષો, તમારું માનસિક સ્વાસ્થ્ય અને તમારો આત્મવિશ્વાસ લે છે અને બદલામાં તમને કંઈ આપતું નથી. નોકરી પણ નહીં.એનટીએ હજુ પણ વાસ્તવિક પ્રશ્નનો જવાબ આપશે નહીં. શું આ પેપર્સ પરીક્ષા પહેલા લીક થયા હતા?” મોદી સરકારના અન્ય તમામ વિભાગોની જેમ,એનટીએ ક્્યારેય પોતાની ભૂલ સ્વીકારતું નથી. બીજી બધી ભૂલભરેલી પરીક્ષાઓની જેમ, મને વિશ્વાસ છે કે આ માટે કોઈને જવાબદાર ઠેરવવામાં આવશે નહીં. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પહેલું પગલું હતું, છેલ્લું નહીં. એનટીએ નેતૃત્વને પણ જવાબદાર ઠેરવવું જાઈએ.
રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓને કહ્યું કે પીએમ મોદીએ એક એવી સિસ્ટમ બનાવી છે જે પરીક્ષાઓ યોગ્ય રીતે લઈ શકતી નથી અને પછી તેમને આપનારા વિદ્યાર્થીઓ પર દોષારોપણ કરે છે. તમારા વર્ષો ચોરાઈ રહ્યા છે, અને જ્યાં સુધી પીએમ મોદી જવાબ ન આપે ત્યાં સુધી અમે રોકાઈશું નહીં.એનટીએને ફરી એકવાર શરમનો સામનો કરવો પડ્યો છે. એનટીએને ત્રણ વિષયો માટે યુજીસી એનઇટી પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે.યુજીસી એનઇટી પરીક્ષા ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે.યુજીસી એનઇટી અંગ્રેજી, વાણિજ્ય અને સમાજશા†ના પેપર ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે. પરીક્ષામાં તથ્યાત્મક, ટાઇપોગ્રાફિકલ, અનુવાદ અને વ્યાકરણની ભૂલોની ફરિયાદો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. દ્ગ્છ એ પેપરમાં જાડણી અને છાપકામની ભૂલો સ્વીકારી છે. પરીક્ષાઓ ૯ અને ૧૦ સપ્ટેમ્બરે લેવામાં આવશે. અંગ્રેજીનું પેપર ૯ સપ્ટેમ્બરે સવારે ૯ઃ૦૦ વાગ્યે શરૂ થશે. ૯ સપ્ટેમ્બરના રોજ વાણિજ્યનું પેપર બપોરે ૩ઃ૦૦ વાગ્યે શરૂ થશે અને ૧૦ સપ્ટેમ્બરના રોજ સમાજશા†નું પેપર સવારે ૯ઃ૦૦ વાગ્યે યોજાશે. આ પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.









































