અંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગદળ અમરેલી દ્વારા ક્રૃષ્ણ જન્મોત્સવ નિમિતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાશે. આ આયોજન ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ડો. જી.જે. ગજેર અને સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠન મંત્રી નિર્મળસિંહ ખુમાણના માર્ગદર્શન નીચે કરવામા આવ્યુ છે. ૦૧/૦૯/૨૦૨૬ મંગળવાર થી તા. ૦૫/૦૯/૨૦૨૬ શનિવાર સુધી ભવ્ય ફ્‌લોટનુ આયોજન કરાયું છે. તા. ૦૪/૦૯/૨૦૨૬ શુક્રવારના દિવસે સવારે ૮ઃ૦૦ કલાકે રામેશ્વર મંદિર સરદારચોકથી શોભાયાત્રા નિકળીને સિનીયર સીટીઝન પાર્ક ફોરવર્ડ સ્કૂલ પાસે જશે. મુખ્ય વક્તા તરીકે ડો. પ્રવિણભાઈ તોગડીયા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનો સમય રાત્રિના ૮ઃ૦૦ થી ૧૨ઃ૩૦ સુધી રાખેલ છે. ધર્મપ્રેમી જનતાને આ પ્રસંગે પધારવા નિમંત્રણ આપવામા આવ્યુ છે.