સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા દર વર્ષે S.G.F.I. (શાળાકીય) અને એસોસિએશન કક્ષાની રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં મેડલ જીતનાર વિજેતા ખેલાડીઓને રૂ.૨,૫૦૦ની શિષ્યવૃત્તિ અને સ્પર્ધામાં ભાગ લેનારા સહભાગી ખેલાડીઓને રૂ.૨,૦૦૦ની વૃતિકા આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૫-૨૬ના મેડલ વિજેતા તથા સહભાગી ખેલાડીઓએ સહાય મેળવવા માટે સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ પર ફરજિયાત ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી પ્રક્રિયા ૧ ઓગસ્ટથી શરૂ થઈ ચૂકી છે અને ૩૦ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી ચાલુ રહેશે. વધુ માહિતી માટે ખેલાડીઓએ અમરેલી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગોળ દવાખાનાની બાજુમાં, ચિત્તલ રોડ, અમરેલીનો સંપર્ક કરવા જણાવાયું છે.