અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવાર દ્વારા મનીષાબેન પંડ્‌યાના પ્રાયોજનથી હૃદયસ્થ ડા. પ્રતાપભાઈ પંડ્‌યાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓ અને નવયુવા કવિઓ માટે એક દિવસીય ગઝલ-કાવ્ય શિબિર યોજાઈ હતી. તા. ૨૨ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ યોજાયેલી શિબિરમાં સુપ્રસિધ્ધ કવિ ડા. રઈશ મનીઆરે ગઝલના સ્વરૂપ, છંદશાસ્ત્ર, લેખન, પઠન અને કાવ્યત્વ અંગે તબક્કાવાર માર્ગદર્શન આપ્યું હતું. પ્રારંભે કેતન જોષીએ સ્વાગત અને પ્રાસંગિક ભૂમિકા રજૂ કરી હતી. દીપ પ્રાગટ્યથી શિબિરનો પ્રારંભ થયો હતો. ટ્રસ્ટી ઉમેશભાઈ જોષીએ ડા. પ્રતાપભાઈ પંડ્‌યાના શિક્ષણ અને સાહિત્ય પ્રત્યેના સમર્પણને યાદ કરી સૌને શુભેચ્છા પાઠવી હતી.
શિબિરમાં કોલેજના વિદ્યાર્થીઓ, નવયુવા કવિઓ અને પ્રાધ્યાપકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર આયોજનમાં વિમલભાઈ મહેતા, પરેશ મહેતા, કેતન જોષી, પ્રયાગ મહેતા સહિત મિત્રમંડળે સહયોગ આપ્યો હતો.