અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે ડુંગર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ અરજદારો સાથે રૂબરૂ સંવાદ કર્યો હતો. તેમણે અરજદારોની વિવિધ રજૂઆતો સાંભળી તેમની અરજીઓ અંગે થયેલી તપાસની પ્રગતિ, પોલીસ કાર્યવાહી અને વર્તમાન સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. આ દરમિયાન મહિલા સુરક્ષા, જમીન-મિલકતના વિવાદો, પારિવારિક પ્રશ્નો તેમજ અસામાજિક તત્વો સામેની કાર્યવાહી સહિતની વિવિધ અરજીઓની સમીક્ષા કરવામાં આવી હતી.









































