દિલ્હી પોલીસે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) ના નેતાઓ આશુતોષ રંક અને સૌરવ દાસની ન્યાયિક કસ્ટડી વધુ પાંચ દિવસ વધારવાની માંગ કરી છે. કેસની સુનાવણી દરમિયાન, જીઈસ્ કોર્ટે ન્યાયિક કસ્ટડી વધારવાનો આદેશ અનામત રાખ્યો છે.
નોંધનીય છે કે સૌરવ દાસ અને આશુતોષ રંકાને ૧૩ ઓક્ટોબરના રોજ જંતર-મંતર વિસ્તારમાં પરવાનગી વિના પ્રવેશ કરવા બદલ સાવચેતીપૂર્વક ધરપકડ કરવામાં આવી હતી. બંનેને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. આજે, તેમની મુક્ત માટે એસઇએમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેના પર સુનાવણી બાદ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.
દિલ્હી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ૧૩ ઓક્ટોબરની સવારે, સૌરવ દાસ, આશુતોષ રંક,અજિંક્ય શિંદે અને અન્ય ૧૧ સીજેપી સભ્યો એક ખાનગી પરિસર દ્વારા જંતર-મંતર પહોંચ્યા હતા, જાકે તેને નિયુક્ત વિરોધ સ્થળોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, સ્થળ પર તૈનાત સુરક્ષા કર્મચારીઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રદર્શનકારીઓએ તેમના પ્રયાસોમાં અવરોધ ઊભો કર્યો હતો. પોલીસના નિવેદન અનુસાર, તમામ ૧૪ લોકોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે જાહેર શાંતિને ખલેલ પહોંચાડવાના અને કાયદાનું ઉલ્લંઘન કરવાના કથિત પ્રયાસોના પ્રકાશમાં સાવચેતીના પગલા તરીકે દાસ, રંક્્ય અને શિંદેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં તેમના સહયોગી, અજિંક્ય શિંદે શાંતિ જાળવવા અને સારા વર્તનની શરતે જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.
દરમિયાન, દિલ્હી પોલીસે રવિવારે સીજેપી નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રંકાના જામીન સુનાવણી દરમિયાન મેજિસ્ટ્રેટને કથિત રીતે ધમકી આપવા બદલ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ નોન-કોÂગ્નઝેબલ રિપોર્ટ દાખલ કર્યો છે.સીજેપીએ આરોપ લગાવ્યો છે કે તેમના બે નેતાઓની મુક્ત વિલંબ થઈ રહ્યો છે અને તેમના જામીન સાથે જાડાયેલ ચાર જામીનદારોની ગેરંટી અસ્પષ્ટ કારણોસર નકારી કાઢવામાં આવી છે. પાર્ટીના કાનૂની સેલના વડા રત્ના સિંહના જણાવ્યા અનુસાર, સ્પેશિયલ એÂક્ઝક્યુતીવ મેજિસ્ટ્રેટએ તેમને ધમકીભર્યા સંદેશ મળવાની જાણ કરી.









































