બાબરા નેશનલ રોડ સેફ્ટી માસ-વીક અંતર્ગત અમરેલી એ.આર.ટી.ઓ. દ્વારા જિલ્લા ટ્રાફિક પોલીસ, સિવિલ સર્જનની ટીમ અને મનહર ઓટોમોબાઈલ્સના સંયુક્ત ઉપક્રમે બાબરા ખાતે ડ્રાઈવરો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં ૧૫૨ જેટલા ડ્રાઈવરોની બી.પી., ડાયાબિટીસ અને આંખોની તપાસ કરવામાં આવી હતી. ડ્રાઈવરોને નિયમિત આરોગ્ય તપાસ કરાવવા તેમજ સ્વાસ્થ્ય અંગે જાગૃત રહેવા અપીલ કરાઈ હતી. કેમ્પમાં સીટબેલ્ટ, હેલ્મેટ, ઓવરસ્પીડ અને ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ ન કરવા અંગે માર્ગ સલામતીના સંદેશાઓ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી હતી. ઉપરાંત PM-RAHAT અને રાહવીર યોજના અંગે માહિતી આપવામાં આવી હતી. અકસ્માતગ્રસ્ત વ્યક્તિને સમયસર હોસ્પિટલ પહોંચાડનારને રાહવીર યોજના હેઠળ રૂ. ૨૫ હજાર સુધીનું પુરસ્કાર મળવાની જાણકારી આપવામાં આવી હતી. આવા કાર્યક્રમોથી સલામત ડ્રાઈવિંગ અને અકસ્માત નિવારણ અંગે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરાયો હતો.









































