ભૂરખીયા હનુમાનજી મંદિર ખાતે ૧૦૧મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર, મુંબઈના આર્થિક સહયોગથી લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સિટી), ભૂરખીયા મંદિર ટ્રસ્ટ અને સુદર્શન નેત્રાલય અમરેલીના સંયુક્ત ઉપક્રમે તા.૨૦ ઓગસ્ટના રોજ યોજાયેલા કેમ્પમાં કુલ ૧૮૭ દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૬૯ દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે અમરેલી લઈ જવામાં આવ્યા હતા. પાંચ દર્દીઓના વેલના ઓપરેશન કરવામાં આવ્યા હતા, જ્યારે ૧૮ દર્દીઓએ રાહત દરે ચશ્મા માટે ઓર્ડર આપ્યો હતો. સુદર્શન નેત્રાલયના ડોક્ટરો સહિતની ટીમે પ્રશંસનીય સેવા આપી હતી.










































