અમરેલીમાં ટુર્સ એન્ડ ટ્રાવેલર્સના ધંધાર્થીના મકાનમાંથી મોબાઈલ ચોરાયો હતો. આ અંગે ભાર્ગવભાઈ લાભશંકરભાઈ મહેતાએ જાહેર કર્યા મુજબ, તેમના રહેણાંક મકાનમાં અજાણ્યા ઈસમે પ્રવેશ કરી રૂમમાં પ્રવેશી મોબાઈલ આશરે કિ.રૂ.૧૦,૦૦૦નો ચોરી કરી નાસી ગયો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી એમ મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.