બાબરા તાલુકાના કરિયાણા ગામે પાન-માવાની દુકાનમાં પોલીસે દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. તા.૧૯ ઓગસ્ટે રાત્રે આશરે ૭ઃ૪૫ વાગ્યે પોલીસને મળેલી બાતમીના આધારે દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ૬ લીટર દેશી પીવાનો દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.૩,૧૫૦ હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. પોલીસે દારૂ સહિત અન્ય સામગ્રી કબજે કરી હતી. આ મામલે કરિયાણા ગામના દિલીપભાઈ પરશોતમભાઈ સામે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(એ) હેઠળ ગુનો નોંધાયો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મચારી રાહુલભાઈ ધાપાએ ફરિયાદ નોંધાવતા બાબરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.










































