બાબરા શહેર ભાજપ પરિવાર દ્વારા ધારાસભ્ય જનકભાઈ તળવિયાની કાર્યાલય ખાતે એસ.ટી. બસ સુવિધાઓ અંગે એસ.ટી. વિભાગના મુખ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી.બાબરા શહેર અને તાલુકાના મુસાફરોને વધુ સારી પરિવહન સુવિધા મળી રહે તે માટે બાબરા એસ.ટી. ડેપોમાં જરૂરી સુવિધાઓ વધારવા તેમજ નવી બસ સેવાઓ શરૂ કરવા માંગ કરવામાં આવી હતી. ખાસ કરીને અમરેલીથી વાયા બાબરા થઈને લાંબા રૂટની બસો શરૂ કરવા રજૂઆત કરાઈ હતી.આ પ્રસંગે બાબરા જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ મુકેશભાઈ ખોખરિયા, શહેર ભાજપ મંડળ પ્રમુખ કલ્પેશભાઈ બી. ખખ્ખર, મહામંત્રી રમેશભાઈ સાંગડીયા, જગદીશભાઈ વાવડીયા સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ, વેપારીઓ, નોકરીયાતો અને ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને વધુ સુવિધા મળે તે હેતુથી રજૂઆત કરાઈ હતી.