ફિલ્મ જગતમાં થોડા વર્ષો પહેલા એક ફિલ્મ આવેલી. એ ફિલ્મનું નામ હતું ખલનાયક. સંજયદત્ત મુખ્ય અભિનેતા અને ખલનાયકની ભૂમિકામાં હતા. એ ફિલ્મમાં એક ડાયલોગ હતો જેમાં સંજયદત્ત મોટા અવાજે બોલે છે… “જી હાં… મૈ હું ખલનાયક…” બીજી એક અંગ્રેજી ફિલ્મ આવી હતી, નામ હતું કોબરા… સિલ્વેસ્ટર સ્ટેલન એમાં હીરો હતા અને એક સંવાદ મુજબ હાથમાં ચાકુ લઈને એક ગુંડો હીરોને સંબોધીને ડાયલોગ બોલે છે કે “આઈ એમ હીરો ઓફ ધ ન્યુ વર્લ્ડ …. મતલબ કે હું નવા જમાનાનો હીરો છું…” સામેથી હીરો જવાબ આપે છે કે “યુ આર અ ડીસીઝ એન્ડ આઈ એમ ધ ક્યોર… તું એક બીમારી, રોગ છે અને હું તેનો ઇલાજ છું.” આજે ભારતીય રાજનીતિમાં આવું જ કઈક ડાયલોગ્સનું આદાનપ્રદાન થઇ રહ્યું છે. પંદરમી ઓગસ્ટે વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લાની પ્રાચિર પરથી દેશને સંબોધિત કર્યો અને તેમાં એક મુદ્દે દેશનું ધ્યાન દોર્યું કે દેશમાં એક દિમાગી નક્સલ વર્ગ મોકાની તલાશમાં છે, દેશને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, એમને ઓળખવાની જરૂર છે અને તેનાથી સાવધ રહેવાની જરૂર છે. બીજી બાજુ વિપક્ષ તરફથી ડાયલોગ ગુંજવા લાગ્યા કે, “હું છું દિમાગી નક્સલ.”
દેશમાં વર્ષોથી હથિયારી નક્સલ અસ્તિત્વમાં હતો. દેશના વામપંથીઓના સહારે પનપેલા અને પ્રસાર પામેલા આ આંતરિક સુરક્ષા સામેના પડકારે વર્ષો સુધી દેશના એક મોટા ભાગને વિકાસથી અને દેશની મુખ્યધારાથી વંચિત રાખ્યો હતો. નરેન્દ્ર મોદીએ જયારે ૨૦૧૪માં સત્તા સાંભળી ત્યારે દેશમાં ૧૨૬ જીલ્લાઓ નકસલવાદથી પ્રભાવિત હતા. દેશમાં આતંકવાદ કરતા વધુ હત્યાઓ નકસલવાદીઓ દ્વારા કરવામાં આવતી હતી. પરંતુ વર્તમાન સરકાર અને સુરક્ષા દળોના કાબીલેદાદ દ્રઢ સંકલ્પ થકીના જવાબ અને લોખંડી મનોબળથી દેશમાં આજે નકસલવાદ સમાપ્ત થઇ ચુક્યો છે. આ હથિયારી નકસલવાદ હતો. સરકારે બળ અને સમજૂતીના બેવડા હથિયારો થકી આ વર્ગને દેશની મુખ્યધારામાં જોડી દેવામાં મોટી સફળતા મેળવી છે. આજે છતીસગઢ જેવા નક્સલ પ્રભાવિત રાજ્યમાં એક સમયે નકસલવાદ સાથે જોડાયેલી યુવતીઓ દેશની હાથશાળની બનાવટના પહેરવેશ પહેરીને ફેશન શોમાં રેમ્પ વોક કરી રહી છે. જે ડીસ્ટ્રીકટ રીઝર્વ ગાર્ડનું ગઠન કરવામાં આવ્યું છે તેમાં ભરતી થયેલા લગભગ ચાલીસ ટકા યુવાનો ભૂતકાળના નક્સલીઓ હતા. આ યુવાનોએ હથિયાર મુકીને દેશ સાથે જોડાઈ જવાનું પસંદ કર્યું છે. નકસલવાદ વર્ષો સુધી નિષ્ફળ રહેલી એક સિસ્ટમના લીધે ઉદભવેલ સમસ્યા હતી, સરકારે એ સીસ્ટમ સુધારી લેતા હવે એ સમસ્યા રહી નથી. સરકારે છેલ્લા ખુબ ટૂંકા ગાળામાં નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં અઢારસો જેટલી બેંક બ્રાંચ, તેરસો જેટલા એટીએમ, છ હજાર જેટલી પોસ્ટ ઓફીસ, એકસો એંસી જેટલી સ્કુલ, પચાસ જેટલા સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર, અને પંદર હજાર કિલોમીટર જેટલા રસ્તાઓનું નિર્માણ કરીને આ વિસ્તારને દેશની સાથે જોડી દીધો છે.
દિમાગી નક્સલ કોણ છે ? તેની કોઈ વ્યાખ્યા સ્પષ્ટ નથી પરંતુ સામાન્ય રીતે એવું કહી શકાય કે જે લોકો દેશની મુખ્યધારા, દેશના વિકાસ, દેશની પ્રગતિ કે દેશની અસ્મિતા સાથે જોડાયેલ નથી અથવા તો વિરોધી છે, એ દિમાગી નક્સલ છે. ઉપર ચર્ચા કર્યા મુજબ વિકાસ પહોચતા હથિયારી નક્સલ સમાપ્ત થઇ ગયો. પરંતુ દિમાગી નક્સલને તો વિરોધ જ વિકાસ સાથે છે. આ નક્સલો દેશમાં રહીને શરજીલ ઈમામ અને ઉમર ખાલીદ જેવા આતંકીઓનું સમર્થન કરે છે, જે ભારતના ટુકડા કરવાના મનસૂબા સેવતા આજે જેલમાં છે. આ નક્સલીઓ જેએનયુની ટુકડે ટુકડે ગેંગના સદસ્યોને પોતાના પક્ષમાં પ્રવેશ આપીને એમને રાજકીય જમીન આપે છે. આ દિમાગી નક્સલો દેશને સંસદ થકી નહિ પરંતુ સડકો પર હુલ્લડો મચાવીને ચલાવવા માંગે છે. આ દિમાગી નક્સલો કોન્ક્રોચો દ્વારા દિલ્હીમાં મચાવવામાં આવેલા ઉત્પાતને વાજબી ઠેરવે છે. દેશની સેના અને સુરક્ષા દળોએ દુશ્મનો સામે દાખવેલા શૌર્ય અને અભૂતપૂર્વ પરાક્રમોના સબૂત માંગતા ફરતા નેતાઓ દિમાગી નક્સલ છે. દેશના વિકાસ માટેની કોઈ યોજનાનો વિદેશી ફંડિંગ મેળવીને વિરોધ કરે છે. ભારત એક રાષ્ટ્ર નથી પરંતુ રાજ્યોના જોડાણથી બનેલ એક સમૂહ છે એવું બોલનાર અને માનનાર નેતા દિમાગી નક્સલ છે. જે દેશના રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો વિરોધ કરે છે એને તેના સન્માનમાં ઉભો નથી થતો એ દિમાગી નક્સલ છે. જે જાહેર મંચ પર બીજા દેશની લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલી સર્વોચ્ચ મહિલા માટે ભદ્દી ટીપ્પણી કરે છે, અને આશ્ચર્ય એ છે કે જયારે એમની દિવંગત માતા પણ એક રાજ્યના પ્રમુખ પદ પર રહી ચુક્યા હોય, એ દિમાગી નક્સલ છે. જે જંતર મંતર પર આંદોલનના નામે એકઠા થઈને વડાપ્રધાનને માં સમાણી ગાળો બોલે છે એ દિમાગી નક્સલ છે. આ તો માત્ર તાજેતરમાં ખુલ્લા પડેલા દિમાગી નક્સલ છે.
દિમાગી નક્સલોને શોધવા દૂર જવું પડે તેમ નથી. ખોરાક ફેંકતા પાણીની સપાટી પર જેમ
આભાર – નિહારીકા રવિયા માછલીઓનું ઝુંડ ઉભરાઈ જાય છે, તેમ લાલ કિલ્લાની પ્રાચિર પરથી એક શબ્દ વહેતો કરવા માત્રથી આખા દેશમાં રહેલા દિમાગી નક્સલો છટપટી ઉઠ્યા છે. દેશનું એથી મોટું દુર્ભાગ્ય ન હોઈ શકે કે એક વખતના દેશના ગૃહમંત્રી રહી ચૂકેલ વ્યક્તિ, કે જેના પર નકસલવાદને ખતમ કરવાની જવાબદારી હતી એ આજે એવું નિવેદન આપે કે હાં, હું દિમાગી નક્સલ છું, આપણે માત્ર આજે વિચાર કરી શકીએ કે એમના ગૃહમંત્રી તરીકેના કાર્યકાળમાં શું શું થયું હશે.
ક્વિક નોટ – દુઃશાસકો, સુશાસકો, પર્શીયાનો દરિયાવુશ, યુનાનનો ઇસ્કંદર. કુશાણોનો કેડ્ફીસસ, બેક્ટ્રીયનોનો મિનેન્દર, શકોનો નહ્પાણ, હુણોના તોરમાણ, મીહીરગુલ. અરબોનો ઈબ્ન કાસીમ, ગઝનવીઓનો મહમદ, ગુલામ, ખીલજી, તુઘલિક, તુર્ક, તાતાર, મોંગોલની પેઢીઓ આ હિન્દુસ્તાનની ધરતીની નીચે દફન થઈને સુઈ ગઈ છે અને એમની ઉપર દર વર્ષે ઘઉં અને બાજરાના ખેતરો લેહરાય છે. – ચંદ્રકાંત બક્ષી.












































