અમરેલી બસ સ્ટેન્ડમાં એસટી બસમાં ચડવા જતાં ચીલઝડપ થઈ હતી. આ અંગે બાબાભાઈ આપાભાઈ વરૂ (કાઠી દરબાર, ઉ.વ.૬૦)એ અજાણ્યા ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ અમરેલી ડેપોમાંથી સાક્ષી નાથાભાઈ ભાણાભાઈ જોગદીયા (રહે. મીઠાપુર) સાથે અમરેલી-રાજકોટ બસમાં બેસવા જતા હતા ત્યારે કોઈ અજાણ્યા ઈસમે તેમના ખિસ્સામાંથી ડ્રાઈવિંગ લાઈસન્સ, પાનકાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, અન્ય ઓળખપત્રો તથા રોકડા રૂ. ૯૦૦ની ચીલઝડપ કરી ફરાર થઈ ગયો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મેહુલકુમાર વિનુભાઈ મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.









































