અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સનાળીયા ગામના ફરીયાદી યુવરાજભાઈ ભરતભાઈ ઢીમેચાએ દોઢેક વર્ષ પહેલા અજયભાઈ ભીખાભાઈ મકવાણાના નામે સ્પ્લેન્ડર મોટર સાઇકલ ફાઇનાન્સથી લીધું હતું. તા. ૧૨-૦૪-૨૦૨૫ના રોજ અજયભાઈના ભાઈ સાગરભાઈ મકવાણાએ ફરીયાદીને ગાળો આપી ઝાપટ મારી હતી. ત્યારબાદ બપોરે ચારેક વાગ્યે સાગર, પ્રકાશ, મીલન, હરેશ અને વિશાલ મકવાણાએ લોખંડના પાઇપ, કુહાડી અને લાકડાના ધોકા સાથે હુમલો કર્યો હતો. કુહાડીનો ઘા વાગતા મહેન્દ્રભાઈનું સારવાર દરમીયાન મોત થયું હતું. અમરેલીના એસ.પી. સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પી.આઈ. એમ.ડી. સાળુંકેએ તપાસ કરી આરોપીઓ સામે ચાર્જશીટ કર્યું હતું. આ બનાવ સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચારી બનતા, ઘણા કિસ્સામાં આરોપીઓને સખત સજા કરાવનાર અમરેલીના સીનીયર એડવોકેટ ઉદયન ત્રિવેદીની સરકારે સ્પેશ્યલ પી.પી. તરીકે નિમણૂક કરી છે.