સાવરકુંડલામાં લીલાપીરની ધાર સામે સનાતન સેવા આશ્રમ ખાતેથી યુવતી ચાલી નીકળી હતી.
બનાવ અંગે કણકોટના નંદુબેન મનજીભાઇ ખાણીયા (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરી જીંતલબેન (ઉ.વ.૨૧) તા.૧૮/૧૦/૨૦૨૬ ના રોજ રાત્રીના આશરે સાડા નવેક વાગ્યાથી રાત્રીના આશરે સાડા અગિયારેક વાગ્યા દરમ્યાન સાવરકુંડલા મહુવા બાયપાસ રોડ લીલાપીરની ધાર સામે
સનાતન સેવા આશ્રમ ખાતેથી પોતાની મેળે કોઇને કંઇ કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે. એલ. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.