જાફરાબાદ તાલુકાના લુણસાપુર કોપર કંપની પાસે મોટરસાઇકલ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં શિયાળબેટના ૨૨ વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ ઘટનાથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, શિયાળબેટના વતની ભરતભાઈ બાબુભાઈ શિયાળ મોટરસાઇકલ પર જાફરાબાદથી રાજુલા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન લુણસાપુર કોપર કંપની પાસે મોટરસાઇકલ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
અકસ્માતની જાણ થતાં મૃતદેહને પોસ્ટમોર્ટમની કાર્યવાહી માટે જાફરાબાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવાનના અકાળે અવસાનથી પરિવારજનોમાં શોક છવાયો હતો. બનાવને પગલે વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી.








































