કોડીનારના નગરપાલિકા સ્ટેડિયમ ખાતે કાર્યરત ગિરએક્સ પર્ફોર્મન્સ એકેડેમીના ત્રણ તરવૈયાઓએ ખેલ મહાકુંભની તરવાની સ્પર્ધામાં સરાહનીય સિદ્ધિ મેળવી છે. જેમાં ૮ વર્ષીય અલ્હાન અનિશભાઈ રાજાવાડાએ ૧૧ વર્ષથી ઓછી વયજૂથમાં ૧૦૦ મીટર મુક્તશૈલીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ૮ વર્ષીય અક્ષાબેન દિલીપભાઈ ચાવડાએ દ્વિતીય અને ૧૦ વર્ષીય વિવાન વિજયભાઈ વાળાએ ૧૪ વર્ષથી ઓછી વયજૂથમાં તૃતીય સ્થાન મેળવ્યું હતું. કોચ ધ્રુવિતસિંહ રાઠોડ અને અજીતભાઈ બારડ દ્વારા ખેલાડીઓને તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે. એકેડેમીમાં તરવાની સાથે વિવિધ ભરતી માટેની શારીરિક કસોટીની તૈયારી પણ કરાવવામાં આવે છે.








































